*પીએમ મોદીએ સુરતની શાળામાં સુવિધાઓનો ઉલ્લેખ કર્યો*

NRPને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ ચર્ચા હાથ ધરી અને તેમણે જે લોકો ઓરિસ્સાથી સુરત આવ્યા છે તેમનો ઉલ્લેખ કર્યો અને ઓરિસ્સાથી આવેલા બાળકોની શાળાઓનો ઉલ્લેખ કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં સરકારી શાળા સંપૂર્ણ પણે ઉડિયા માધ્યમની છે. આ શાળા પ્રાઈવેટ શાળાઓની જેમ હાઈટેક ભણતર વિદ્યાર્થીઓને પૂરુ પાડે છે. શાળાના દરેક વર્ગખંડમાં પ્રોજેક્ટર લાગેલા છે. તેના થકી બાળકો અભ્યાસ કરે છે.સાથે જ શાળામાં ચારેય તરફ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે અને બાળકોને મધ્યાહન ભોજન સહિત યુનિફોર્મ અને બુટ પણ નિશુલ્ક આપવામાં આવે છે.