*ઠાસરાના મુળીયાદ નજીક અગાઉ નિર્દોષ શખ્સને માર મારી લૂંટ ચલાવનાર ને 10 વર્ષની સજા*

ખેડા જિલ્લામાં વિવિધ ઠેકાણે ડફેરોની બૂમો પડતી હતી. હાઈ જમ્પ મારતાં ડફેરો સમી સાંજે આવતા હોવાની વહેતી થયેલી અફવામાં બુધ્ધિજીવી લોકો પણ જોડાયાં હતાં. ઘણાં ગામડામાં રાતભર ઉજાગરા થતા હતા આવા વખતે ઘણી જગ્યાએ નિર્દોષોને પણ ડફેર સમજીને મારવામાં આવતાં હતાં. ગમે ત્યાં ફરતાં અસ્થિર મગજના લોકો પણ પ્રજાના મારનો ભોગ બન્યાંના દાખલા જિલ્લામાં જોવા મળતાં હતાં. જેથી વહીવટીતંત્ર અને પોલીસતંત્રએ પ્રજાને આવી અફવામાં જોડાવુ નહી અને કાયદો હાથમાં લેવો નહી તેવી વિનંતીઓ કરી હતી