*સુરતમાં અગ્રવાલ દંપતી વિરૃધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ*

સુરત:ભટાર રોડના રાજ કોમ્પ્લેક્ષના બે ફલેટનો 3.11 કરોડમાં સોદો કર્યા બાદ લોન મંજુર કરાવવા માટે ઓરીજનલ દસ્તાવેજ આપવા માટે વાયદા પર વાયદા કરી 1.30 કરોડનું પેમેન્ટ મેળવી લઇ વિશ્વાસઘાત કરનાર સીટીલાઇટના અગ્રવાલ દંપતી વિરૃધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ભટાર રોડ સ્થિત ઉમા ભવન નજીક રાજ કોમ્પ્લેક્ષમાં બ્રેડલાઇનર બેકરીના માલિક નિતીન વલ્લભ પટેલે પ્રોપર્ટી બ્રોકર પ્રદીપ જૈન હસ્તક પોતાની જયાં બેકરી છે તે રાજ કોમ્પ્લક્ષેનો ફલેટ નં. 303 અને 304 તેના માલિક રેણુ લલિત અગ્રવાલ, લલિત ઓમપ્રકાશ અગ્રવાલ કૌશલ્યા ઓમપ્રકાશ અગ્રવાલ, મનિષ ઓમપ્રકાશ અગ્રવાલ અને ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. ફલેટ નં. 412, 413 શ્રીપાલ રેસીડેન્સી, સીટીલાઇટ રોડ પાસેથી ખરીદવાનું નક્કી કર્યુ હતું