વિસાવદરની શારીરિક અપૂર્ણ રઘુવંશી પરિવારની દિકરી અંકિતા બુધ-ગુરૂ બે દિ’ “કૌન બનેગા કરોડપતિ”ની હોટસીટ પર : અંકિતાના આત્મવિશ્વાસ પર અમિતાભ બચ્ચન મંત્રમુગ્ધ : રસપ્રદ એપિસોડ : દર્શકોમાં જબરી ઉત્કંઠા

વિસાવદરના “ધીરૂભાઇ મહેતાજી” નાં દિકરા હર્ષદ સાદરાણી જન્મથી જ સંઘનાં રંગે રંગાયેલા : રાષ્ટ્રીયકૃત બેન્કમાં નિષ્ઠાપૂર્વક સર્વિસ કરી હાલ નિવૃત,ગાંધીનગર સ્થાયી : સંતાનમાં માત્ર બે પુત્રી,જેણે પિતાનુ નામ દેશભરમાં રોશન કર્યું : મોટી દિકરી દિશા એમ.એસ.પૂર્ણ કરી એપોલો હોસ્પિટલમાં કેન્સર સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ કરે છે : અંકિતા કોમ્પ્યુટર એન્જીનીયર : હર્ષદભાઇનાં સગા ભાણેજ હિરેન પણ કેબીસીમાં 25 લાખ જીતી ચૂકયા છે : સમગ્ર વિસાવદર પંથક ગૌરવાવિંત

રાકેશ દેવાણી વેરાવળ ગિરસોમનાથ પૂર્વ ઉપપ્રમુખ લોહાણા મહાજન વેરાવળ 👍