મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન.જે દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે.

મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન.જે દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે.પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે “માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે”.આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो (અર્થ : હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન