*લોકોને ઈશ્યૂ કરાતાં રોજના ચાર હજાર ઈ-મેમોમાંથી ખોટા હોય છે*

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના 4 હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ 700 થી 800 ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ 20 થી 30 ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.