ગુજરાત બંધ ના એલાન ને લય બાબરા માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત કોંગ્રેસ અગ્રણી ઓની પોલીસે અટક કરી


બાબરા અખિલ ભારતીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ગુજરાત બંધ ના એલાન માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત કોંગ્રેસી અગ્રણી ઓની બાબરા ખાતે અટક કરાય કરવામાં આવી


રાજકોટ ભાવનગર હાઇવે રોડ ઉપર અખિલ ભારતીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ગુજરાત બંધ ના એલાન મુદ્દે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની તાનશાહ સરકાર ના પોલીસ તંત્ર એ ટીંગાટોળી કરી મોંઘવારી બે રોજગારી GST સહિત અર્થ તંત્ર ની ખુવારી સહિત ની વિષમતા ઓથી ત્રસ્ત જનતા ના સમર્થન માં અખિલ ભારતીય કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ સમિતિ ના ગુજરાત બંધ ના એલાન માં બાબરા ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના નેતૃત્વ માં સ્થાનિક શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સહિત ગ્રામ્ય અગ્રણી ઓની વિશાળ હાજરી માં સ્થાનિક બાબરા પોલીસે બંધ ની અપીલ કરતા અગ્રણી ઓની અટકાયત કરી હતી


તાના શાહ સરકાર ની નીતિ રીતિ ઓની ઝાટકણી કાઢતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને બાબરા પોલીસ ટીંગાટોળી કરી લઈ ગઈ હતી ભાજપ સરકાર હાય હાય ના ભારે સુત્રોચાર સાથે કરતા ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓ કાર્યકરો ની બાબરા પોલીસે અટકાયત કરી હતી સવાર થી જ રાજકોટ ભાવનગર હાઇવે રોડ ઉપર મોટી સંખ્યા માં કોંગ્રેસી કાર્યકરો જોવા મળ્યા હતા.

રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા