*સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ કાશ્મીર અમારૂ અભિન્ન અંગ છે અને કાયમ રહેશે*

સ્વિટ્ઝર્લેન્ડના જિનિવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારની કાઉન્સિલની બેઠકના 43માં અધિવેશનમાં બોલતા વરિષ્ઠ ભારતીય રાજદૂત વિકાસ સ્વરૂપે આ વાત કહી છે. આ સત્ર 24 ફેબ્રુઆરીથી લઈ 20 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન વિદેશી બાબતોના સચિવ વિકાસ સ્વરૂપ પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર પણ ગણાવ્યું હતું.પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણાયક પગલા ભરવાની જરૂરતેમણે અહીં જણાવ્યું હતું કે, આતંકવાદીઓને માર્ગદર્શન આપતા, નિયંત્રિત કરનારા, ફંડ પુરૂ પાડનારા અને સંરક્ષણ આપનારા દેશો વિરુદ્ધ નિર્ણાયક પગલા ભરવાની જરૂર છે. સામાન્ય વાત છે કે, તેમનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. આતંકીઓ માટે આ પાડોશી દેશ સ્વર્ગ સમાન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે