મોડલિંગ ક્ષેત્રે પોતાનું કરીયર બનાવવા માંગતા લોકો માટે મિસ એન્ડ મિસીસ ગુજરાત દીવાસનું આયોજન કરાયું હતું. જેના ઓડિશન યોજાઈ ગયા ગુજરાતમાંથી
૩૦૦ ઓડિશાન અપાયા હતા જેમાં ફાઈનલમાં ૨૫નું સિલેક્શન કરાયું હતું. આ ઓડિશન્સ રાઉન્ડમાં 15થી 65 વર્ષની મહિલાઓએ ભાગ લીધો હતો.
જજ તરીકે બોલીવુડ સાથે જોડાયેલા માસ્ટર મર્જી, અદિતિ ભટનાગર સેલિબ્રિટી વેલનેસ કોચ દિલ્હી, સેલિબ્રિટી જવેલરી ડિઝાઈનર પૂજા જાઝો, ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર યશ વૈદ્ય, ઇન્ટરનેશનલ ડાંસર અને આર્ટિસ્ટ કલરવ દવે, જીમિશા ચૌધરી જયા કુમારીનું પરફોર્મન્સ રહ્યું હતું.
જેમાં ૧૫થી ૬૫ વર્ષની અલગ મહિલાઓએ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. સૌથી નાની એજની મિસ દીવાસ વિનર તરીકે
રેહા સિંઘા અન્ય ગુજરાત દીવાસ તરીકે પ્રિયલ ભટ્ટ ભાવનગર, મિસિસ ગુજરાત દીવા તરીકે હેતલ વ્યાસ જામનગર, મિસિસ ગુજરાત દીવા કલાસિકમાં રેનું ભાટિયા તેમજ મિસ ગુજરાત થર્ટી પ્લસના વિનર તરીકે ચાંદ ની જોષી વિજેતા બન્યા હતા.
અન્ય વિનર તરીકે ફાલ્ગુની મજેઠીયા, નીતા શાહ, સોફિયા ખેરેચા, ઉર્વશી ખત્રી, કાજલ સિન્હાર, નિલોફર મિલ, કેરેન વગેરે રહ્યા હતા. અમદાવાદ, સૂરત, જામનગર, ભાવનગર વગેરે શહેરોમાં લોકોએ ભાગ લીધો હતો જેમાં સવાલ જવાબમાં તેમનું હુનર જોવા મળ્યું હતું.
આ પેજન્ટના આયોજક અને ફાઉન્ડર બિનલ
બિન્ની ભટ્ટ છે જ્યારે કો ફાઉન્ડર સૂરજ શર્મા છે. આ અંગે બિનલ બિન્ની ભટ્ટે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ નવા ઉભરતા મોડલ માટે મહત્વનું રહેશે કેમ કે અહીંથી બનેલા વિનર
નેશનલમાં ભાગ લેશે જે એપ્રિલ અને મેમાં
ગોવામાં યોજશે જેમાં તેમને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે.