નર્મદામાં ભાજપ ની જીત બાદ પ્રજાના વિશ્વાસ પર કામ કરવા જિલ્લા પ્રમુખ એ આદેશ કર્યો,હવે પ્રજાના કામો કરી એ.

અમે વિકાસના કામો કરી બતાવીશું -જિલ્લા પ્રમુખ.
ગત ટર્મમાં કામો કોંગ્રેસ બીટીપી નથી કર્યા તે તમામ વિકાસના કામો કરવા પણ આદેશ.
રાજપીપળા,તા. 7
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી 19 બેઠકો જીતી ભાજપે સત્તાના સૂત્રો કબજે કર્યા છે. એવી જ રીતે પાંચ તાલુકાને રાજપીપળા નગરપાલિકામાં પણ બહુમતીથી જીત હાંસલ કરી છે. ત્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, શબ્દશરણ તડવી સહિત ભાજપના કાર્યકર્તાઓ અને અને હોદ્દેદારો પ્રજાના કામો કરવા કામે લાગી જવા આદેશ કર્યો છે.જરૂરી ટકોર કરી જિલ્લામાં વિકાસ કરવા લોકોનું કામ કરવા કામે લાગી જવાની હાકલ કરી છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મૂકી મતો આપ્યા છે. જ્યારે હવે તે પ્રજાનો ભરોસો જાળવી રાખવાની જવાબદારી અમારી છે. અમે વિકાસના કામો કરી બતાવીશું.
ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે તમામ જીતનાર ઉમેદવારોને સૂચના આપી કે પ્રજાના કામોને પ્રાધાન્ય આપે.એટલું જ નહીં ગામોમાં જે પણ વિકાસના કામો બાકી હોય તે ઝડપથી કરવા સાથે જરૂરિયાતની પાયાની સુવિધાઓ પહેલી પૂરી પાડવા સૂચના કરી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા