*અમદાવાદ ખાતે ટીઆરબી અને ટ્રાફિક પોલીસ જવાનોને સન ગ્લાસ વિતરણ કરાયા*
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યભરમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે અને ગરમીની પારો 40 ડીગ્રી ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે ખડેપગે ટ્રાફિકનું નિયમન કરતા ટીઆરબી જવાનો ટ્રાફિક પોલીસ કર્મીઓ ગરમીની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી રહ્યા છે તે ખરેખર સલામને પાત્ર છે.
અરોવા ફાઉન્ડેશન અને સ્વાસ્થ્ય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જવાનો તથા TRB જવાનોની આંખોની સુરક્ષા માટે સનગ્લાસ આપવામાં આવ્યા હતા. જેથી સતત તાપમાં તેઓની ફરજ સાથે તેંમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને મહદઅંશે તેમની આંખો પણ આ ગરમીના તાપથી બચી શકે. આ કાર્યક્રમમાં ડીસીપી ટ્રાફિક વહીવટ, ડીસીપી ટ્રાફિક પૂર્વ, એસીપી A અને D ડિવિઝન તથા પીઆઇ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.