કલાકાર શ્રી રમેશ પરમાર નું દુઃખદ અવસાન.

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના પૂર્વ સચિવ અને બાહોશ અધિકારી, કલાકાર શ્રી રમેશ પરમારને જૂની પેઢીના કોઈ ચિત્રકારો ઓળખતા ન હોય એવું ભાગ્યે જ બને. તેમના નિધન ના દુઃખદ સમાચાર નિહારિકા ની વોલ પરથી પ્રાપ્ત થયા. તેઓ ખૂબ જ મિલનસાર સ્વભાવ ધરાવતા હતા. ક્લાક્ષેત્રના વિવિધ કાર્યક્રમો, શિબિરો, પ્રદર્શનો દ્વારા અનેક કલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે. મેં પણ જુનાગઢની પ્રથમ ક્લાશિબિર 1992 મા તેમના માર્ગદર્શન અને સાનિધ્ય નીચે એટેન્ડ કરી સુંદર સર્જનો કરેલ, ત્યાર બાદ અનેક પ્રૉટ્રેટ શિબિરો તેમના આયોજન હેઠળ મેં હેન્ડલ કરેલ. લલિત કલા અકાદમી ની પ્રતિષ્ઠા એ સમયે ટોચ પર લાવવામાં તેઓનો ફાળો અનેરો હતો. એક અધિકારી, એક કલાકાર મિત્ર ગુમાવ્યા નું દુઃખ ચોક્કસ છે. પરંતુ પ્રભુ ઈચ્છા બળવાન છે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના!