સાયકલિંગમાં રેકોર્ડને પોતાના નામે કરી ગુજરાત પોલીસનું ગર્વ અને શાન વધારતા અમદાવાદ પીઆઇ એમ કે રાણા.

જીએનએ અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રેકોર્ડ સ્થાપિત કરી ગુજરાત રાજ્યની પોલીસ અને આજના યુવાઓ માટે ગર્વ સમાન કાર્ય કરી બતાવ્યું છે.

રમતગમતના સ્ટેડિયમમાં ટ્રેક ઉપર સાયકલિંગ કરતા તો આપણે જોયું જ છે પરંતુ ઉબડ ખાબડ રસ્તાઓ, ઊડતી ધૂળ અન્ય અડચણ વચ્ચે સતત સાયકલિંગ કરી એક રેકોર્ડ કાયમ થાય તો વાત કંઈક અલગ જ બની જાય. વાત કરીએ તો મૂળ ધાગંધરાના વાતની હાલ અમદાવાદ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા મહિપાલસિંહ કે રાણાની. સ્પોર્ટ્સ ક્ષેત્રે સતત રુચિ ધરાવતા કાંઈક કરી બતાવવાની ખેવના સાથે પીઆઇ રાણા દ્વારા શહેરમાં સૌથી લાંબી મેરેથોન સાયકલિંગ સ્પર્ધામાં નોન સ્ટોપ 185 કિલોમીટર સાયકલિંગ પૂર્ણ કરી એક રેકોર્ડ સ્થાપિત કરતા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પોતાનું નામ નોંધાવી અનોખી સિદ્ધિ હાસિલ કરી છે અને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે.

પીઆઇ એમ કે રાણા સાથે આ બાબતે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ સતત સાયકલિંગની પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે પણ સમય મળે તેઓ પોતાની પ્રેક્ટિસ કરવાનું ન ભૂલતા. પીઆઇ રાણા સ્પોર્ટ્સ પ્રત્યે ખાસ રુચિ ધરાવે છે તેઓ બેડમિન્ટન અને સ્વિમિંગ, સાયકલિંગ દ્વારા પ્રેક્ટિસ કરી પોતને દ્રઢ બનાવતા. જેમને જોતા તેઓને આ સાયકલિંગ કરવા માટે જણાવવામાં આવ્યું અને તેમણે આ પડકાર ઝીલી લીધો. ત્રણ સ્પર્ધક આ રેકોર્ડ નજીક પહોંચ્યા હતા જેમાં પીઆઇ રાણાએ પ્રથમ સ્થાન મેળવી રેકોર્ડ પોતાના નામે કર્યો.

આ સિદ્ધિ બદલ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર સાહેબના હસ્તે તેમનું સન્માન પણ કરવામાં આવેલ છે. ગુજરાત પોલીસ અને આજના યુવાઓ માટે ફિટ રહેવાનો સંદેશ આપતા પોતાને ફિટ રાખી રાણા સાહેબ દ્વારા આ સિદ્ધિ મેળવી ગુજરાત પોલીસના ગર્વમાં વધારો કર્યો છે જેના માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન.