મુન્દ્રાની બી.એડ. કોલેજમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી
મુન્દ્રા, તા.30: હાલ જિલ્લામાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઘણી બધી જગ્યાએ શાળા અને કોલેજોમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મુન્દ્રાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જાણીતી શૈક્ષણિક સંસ્થા બી.એડ. કોલેજમાં પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં માં જગદંબાની આરતી ઉતારી માતાજીની પૂજા અર્ચના કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ ગરબા મહોત્સવમાં કોલેજના સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સંગીતના સુરના સથવારે ગરબે ઘુમ્યા હતા.