કેવડિયા કોલોનીમાં બની રહયુ છે દેશનું પ્રથમઈકો ફ્રેન્ડલી ગ્રીન રેલવે સ્ટેશનમાં સુવિધા કેવી છે?
વડાપ્રધાન તા. ૧૨ મીએ વર્ચ્યુઅલ લોકાપર્ણ કરે તેવી શક્યતા
કેવડિયારેલવે સ્ટેશનનું મુંબઈ સાથે જોડાણ.
૨૪ કલાક રેલવે વિભાગના અધિકારીઓ અને ઇજારદાર એજન્સી દ્વારા કામ કરવામાં આવી રહયુ છે.
રાજપીપળા,તા9
કેવડિયાકોલોની ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન બની રહ્યુ છે, ત્યારે આ રેલવે સ્ટેશન ખૂબ જ આધુનિક
છે. વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે કેવડિયા મીન બિલ્ડગી રેલવે સ્ટેશનનુ લોકાપર્ણ ૧૨ જાન્યુઆરીએ વડાપ્રધાનમોદી કરે
એવી શક્યતા છે. જેના કારણે હાલમા યુધ્ધના ધોરણે ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું કામ યુધ્ધના ધોરણે કરવામાં આવ્યુ
છે. અત્યારે ૨૪ કલાક રેલવે વિભાગના અધિકારીઓ અને ઇજારદાર એજન્સી છે. તેના દ્વારા કામ કરવામાં આવી
રહયુ છે. દેશનો પહેલો ગ્રીન રેલવે સ્ટેશન, ૩ માળની ઇમારત ૨૦૦ કિલોવોટ સોલાર પેનલથી વીજ ઉત્પાદન,
વરસાદી પાણી સહિતની ઘણી જળ વ્યવસ્થાપન સુવિધા , રેમ્પ લિફટ એક્સલેટરની સુવિધાઓ. જનરલ એસી
વીવીઆઇપી વેઇટિંગ રૂમ રેલવે સ્ટેશન પર સરદાર પટેલની નાની પ્રતિમા હશે. સરદાર પટેલનું નાનું મ્યુઝિયમ
ઉભુ કરાશે. ૨૦ કરોડનો ખર્ચ ૯ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો સમય હતો.
ઇલેકિટ્રીકટ્રેન પાટા પર ૧00ની ગતિએ કેવડિયા રેલવે સ્ટેશનને મુખ્ય વારાણસી અને દેશની આર્થીક રાજધાની
મુંબઇ સાથે જોડવામાં આવ્યુ છે.વારણસીથી કેવડિયા અને મુંબઇથી કેવડિયા એમ ર વિશેષ ટ્રેનો પણ હશે. મુંબઈને
દેશુનો આર્થીક રાજધાની તરીકે ઓળખાય છે. જેથી નર્મદા જિલ્લાના આદીવાસીઓ અને સ્થાનીક લોકો ધંધા
રોજગારી માટે સીધા મુંબઇ પટ્ટા જઇ શકશે. કેવડિયામાં રેલવે પ્રોજેક્ટ દ્વારા પ્રવાસન ઉધ્યોગને પણ ફાયદો થશે.
સંપૂર્ણ સ્ટેશન ભવનનું નિર્માણ એક ત્રિસ્તરીય સંરચના છે, જેમાં પ્રથમ અને બીજા રતરે ખાસ કરીને તમામ સ્ટેશનને
સંબંધિત સુવિધાઓ જેમકે સ્ટેશન માસ્ટરનો રૂમ, સામાન્ય વેઈટિંગ રૂમ, વીઆઇપી રૂમ અને વિદેશી પ્રવાસીઓ માટે
એકએક્ઝિક્યુટિવ લોન્જ પણ સામેલ છે. ત્રીજા સ્તરે એક આર્ટ ગેલેરી હશે, જે સ્થાનિક અને આદિવાસી કલા અને
શિલ્પ કલાઓને પ્રોત્સાહિત કરશે. સ્ટેશન નિર્માણની શરૂઆતથી જ આ ગ્રીન બિલ્ડીગ વેરિફિકેશન સાથેનું આ
ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન હશે અને સ્ટેશનમાં ઈમારતની ડિઝાઇનમાં એકીકૃત સર્વોત્તમ ટેકનોલોજીસ, પર્યાવરણ
ચેતના અને મનભાવન ઘટકોનો સમાવેશ થશે. આ ઇમારત પર્યાવરણને ધ્યાનમાં રાખતા ડિઝાઇન કરાઇ છે.
ઇમારતના સમગ્ર કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે ફલાયએશ જેવી રિસાયકલ કરી શકાતી સામગ્રી, એસી રૂમ
માટે ઇમ્યુલેટ કરનાર કાચ અને સ્થાનિક સામગ્રીઓનો ઉપયોગ ભવનના નિર્માણમાં કરવામાં આવશે.
સ્ટેશનની છત પર ૨૦૦ કિલો વોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતાવાળી સૌર પેનલ લગાવવામાં આવશે.
સ્ટેશનમાં રેનવોટર હાર્વેસ્ટિંગ, સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો-વોટરલેસ ટોઇલેટસ અને ઉપચારીત જળનો ઉપયોગ
કરીને ડિપ સિંચાઇ ટેકનોલોજી સહિત અનેક જળ સંચાલન સુવિધાઓ સામેલ હશે વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત
કચરાના વર્ગીકરણ માટે અલગ અલગ ડબ્બાની જોગવાઇના માધ્યમને પ્રોત્સાહન આપવામાં આવશે અને ગ્રીન
વેસ્ટનો ઉપયોગ બાગકામમાં ખાતરના ઉત્પાદન માટે કરાશે. સ્ટેશનમાં દિવ્યાંગ લોકો માટે ખાસ વ્યવસ્થા હશે.
જેમકે વ્હીલચેર માટે રેમ્પ વિવિધ માળ સુધી અવરજવર માટે લિફટ અને એસ્કેલેટર, રેલવે સ્ટેશનની બંને બાજુએ
દિવ્યાંગોને અનુકુળ શૌચાલય વગેરે.
સ્ટેશનમાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ નેતાઓને આવકારવા માટે સામાન્ય વેઇટિંગ રૂમ, એસી વેઇટિંગ રૂમ અને
વીવીઆઇપી એક્ઝિક્યુટિવ અધિકારીઓની લોન્જ સહિત અનેક વેઇટિગ એરિયા હશે.
તસવીર-જયોતિ જગતાપ રાજપીપળા