અમદાવાદ માં ખોખરા પોલીસ સ્ટેશનના સંકુલમાં પોલીસ અને પ્રજાએ એકત્ર બની કર્યું રક્તદાન

જીએનએ અમદાવાદ: અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન સકુંલમા યોજાયો રક્તદાન કેમ્પ. પોલીસકર્મીઓ ઉત્સાહભેર કર્યું રક્તદાન.પ્રજાની રક્ષા માટે સજ્જ રહેતી પોલીસ પણ સેવાકીય કાર્ય દ્વારા પોતાનો સામાજિક ધર્મ પણ નિભાવે છે. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન સકુંલમા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં પોલીસકર્મીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જેમાં શહેરીજનો પણ જોડાયા હતા.થેલેસિમીયા ના દદીઁ ઓને મોટી સંખ્યા મા જરુરી રક્ત સમયસર આવા દદીઁઓને પહોંચાડી શકાય તે માટે પોલિસ જવાનો સાથે શહેરીજનો ને મોટી સંખ્યામા રક્તદાન માટે આગળ આવવા ખોખરા પોલિસ ઈન્સપેકટર શ્રી વાય એસ ગામિત એ કરેલ અપીલ ને ધ્યાન મા લઈ ને નાગરિકો મોટી સંખ્યામા આગળ આવ્યા હતા.આ પસંગે ઝોન-૫ ના DCP અચલ ત્યાગી પણ વિશેષ હાજર રહ્યી ને પોલિસ જવાનો અને રકતદાતાઓનો ઉત્સાહ વધાયોઁ હતો. ખોખરા પોલિસ જવાનો અને તેમના પરિજનોઓએ મોટી સંખ્યામા રક્તદાન કરવા આગળ આવ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું તે ખરેખર એક ઉમદા સેવાકીય કાર્ય કરી બતાવ્યું છે તેવું વાય એસ ગામિત, ખોખરા પોલિસ ઈન્સપેકટર એ જણાવ્યું હતું.