ધ્રાંગધ્રા ની પરચાધારી સમ્શાનની મેલડીમાં એ શુક્રવારે ડાક ડમરુની રમઝટ ગુજરાત ના નામાંકિત કલાકાર ધર્મેશ રાવળ કરાવશે ડાક ડમરુ ની મોજ

અહેવાલ . આશિષ પરમાર ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા ની પરચાધારી સમ્શાનની મેલડીમાં એ શુક્રવારે ડાક ડમરુની રમઝટ ગુજરાત ના નામાંકિત કલાકાર ધર્મેશ રાવળ કરાવશે ડાક ડમરુ ની મોજ

ધ્રાંગધ્રા નાં અતિ પૌરાણિક સમશાનની અંદર માં મેલડી વર્ષો થી બેઠી છે. સ્વર્ણિમ ગુજરાતનાં અધ્યક્ષ આઈ કે જાડેજા ધ્રાંગધ્રા નાં વતની છે તયારે ધ્રાંગધ્રા નાં વિકાસ માટે એમની ખાસ સૂચના હોય છે. પાલિકાનાં સત્તાધીશો પણ ગામની મહત્વની બાબતો માં વિશેષ જહેમત લેતા હોય છે તયારે ધ્રાંગધ્રા સમશાનમાં બગીચા થી લઈને વૃક્ષારોપણ નાં કાર્ય સાથે સપ્તર્ષિ ની પ્રતિમા સાથે એક સુંદર બેઠક ધ્રાંગધ્રા સમશાન માં બેસાડવામાં આવેલ છે.
અહીં બેઠેલા મેલડીમાં ધ્રાંગધ્રાવાસીઓ ની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક રહ્યા છે અહીં દર મંગળવાર અને રવિવારે આશરે 8 થી દશ હજાર હિન્દૂ અને મુસ્લિમ દર્શનાર્થીઓ માતા નાં દર્શને અચૂક આવતા હોય છે. સમશાન ની મેલડી તરીકે પ્રચલિત માતા ની અનેક બાધાઓ રખાય છે અને માતાના અનેક પરચા પણ છે તયારે મેલડીમાં નાં સેવકો દ્વારા ત્યાં આગામી 15 તારીખ ગુજરાત ના નામાંકિત કલાકાર ધર્મેશ ભાઈ રાવળ દ્વારા શુક્રવારે ભવ્ય ડાક ડમરુ નાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જો કે નવરાત્રી નિમિતે હાલ નાની દીકરીઓના રાશ ગરબા નાં કાર્યક્રમ સતત ચાલું જ છે જેમાં દીકરીઓને રોજ અલગ અલગ નાસ્તો અને લ્હાણી આપવામાં આવે છે.
મેલડી માં નાં સેવકો અને આયોજકોએ ધ્રાંગધ્રા ની ધર્મ પ્રેમી જનતા ને આ કાર્યક્રમ માં હજાર રહેવા ભાવભીનું આમન્ત્રણ પાઠવ્યું હતું.