આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*તા. 10/08/2020-સોમવાર .

***રાજસ્થાનના રાજકારણ અગે નીતિન પટેલનું નિવેદન*

ભાજપના ધારાસભ્યો ગુજરાત આવ્યા છે. ત્યારે આ મુદ્દે નીતિન પટેલે કહ્યુ હતુ કે ધારાસભ્ય પણ નાગરિક છે. તેવો હરફરવા માટે મુક્ત છે. ત્યારે રાજસ્થાનના ધારાસભ્યો સોમનાથના દર્શન માટે આવ્યા છે. કોઈ ધારાસભ્ય છુપાતા નથી નોંધનિય છે કે સચિન પાયલટ બગાવત બાદ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. જેને લઈને હવે ભાજપ સતર્ક બન્યું છે.
**
*ડો.અશોક કાપ્સેનું કોરોનાથી મોત થયું છે*
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 15,588 પર પહોંચી ગયો છે. શહેરના જાણીતા પિડિયાટ્રિશિયન ડો. અશોક કાપ્સેનું કોરોનાથી મોત થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી કુલ 678 લોકોના મોત થયા છે.
**
*અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી 400 કિલો ગાંજો ઝડપાયો*
ઇન્દોર હાઇવે પર કઠલાલના મીરજાપુર ગામ પાસે હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ખેડા (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 400 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.પોલીસે એક આરોપી તન્વીર હુસૈનની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા છે.
**
*સુમુલ ડેરી ચૂંટણીનું પરિણામ જાહેર સહકાર પેનલની ૭ બેઠક પર જીત*
સુરત રાજ્યની ચર્ચિત સુમુલ ડેરી ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ચોર્યાસી બેઠક પરથી સત્તાધારી પાર્ટીના સંદીપ દેસાઈનો 8 માંથી 6 મતે વિજય થયો છે.
**
*ડુપ્લીકેટ N95 માસ્કના જથ્થા સાથે ચાર લોકોની ધરપકડ*
અમદાવાદમાં સોનીની ચાલી પાસે સફલ સુમેલ -7 બિઝનેસ પાર્કમાંથી PCB એ 3M કંપનીના N95 ડુપ્લીકેટ માસ્કનો જથ્થો ઝડપી પાડ્યો છે. 1 હજાર 780 નંગ ડુપ્લીકેટ માસ્ક સાથે 4 શખ્સની ધરપકડ કરાઇ છે કમલેશ મહેતા નામનો શખ્સ ઓરીજનલ જેવા જ ડુપ્લીકેટ માસ્ક આપતો હતો.
**
*નરાધમ શિક્ષકે 17 વર્ષની કિશોરી પર ગુજાર્યો બળાત્કાર*
અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના જુના શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતી જ્યારે 17 વર્ષની હતી ત્યારે તેના ઘર પાસે રહેતા શિક્ષકે એકતરફી પ્રેમમાં દબાણ કરી તેને ટ્યુશન રખાવ્યું હતું. બાદમાં લગ્નની લાલચ આપી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં આ શિક્ષકે એક મિત્રની ઓફિસમાં જઈને લગ્નનું નાટક રચી ફુલહાર કર્યા હતા અને હનીમૂન મનાવવાનો હોય એમ અગાઉ અનેક જગ્યાઓ પર ફરવા પણ લઈ ગયો હતો.
**
*પાકિસ્તાન સાથે ભારત આમને સામને નહીં કરે મીટિંગ*
ભારત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિંધૂ નદી જળ કરાર પર બેઠક કરવા ઈચ્છે છે. પણ પાકિસ્તાન આમને સામને બેઠક કરવા પર અડગ થયુ છે.પાકિસ્તાન ઈચ્છે છે કે, બંને દેશોની સીમા અટારી ચેકપોસ્ટ પર આ બેઠક થાય.
**
*ફરી એકવખત સૌરાષ્ટ્ર પંથકમાં ધરા ધ્રુજી*
સૌરાષ્ટ્ર પંથકમાં ધરા ધ્રુજી છે. આ વખતે જામનગર પંથકમાં ધરતીકંપનો હળવો આંચકો અનુભવ્યો છે. રિકટર સ્કેલ પર આંચકાની તિવ્રતા 2.8 જેટલી નોંધાઇ છે. તો આ આંચકાનું કેન્દ્ર બિંદુ જામનગરથી 25 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. સાંજે 7 વાગીને 16 મિનિટે આવેલા આંચકાનો ઘણા લોકોએ અનુભવ પણ કર્યો હતો.
**
*સરકારી કંપનીઓના ખાનગીકરણની મોટી યોજના તૈયાર*
નવી દિલ્હી: સરકારી કંપનીઓના ખાનગીકરણની મોટી યોજના તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તેને માટે કેબિનેટની મંજૂરીની રાહ જોવાઇ રહી છે.
**
*રાજ્ય સરકારના મંત્રી કૌશિક પટેલના ભાઈ ગૌતમે કરી આત્મહત્યા*
અમદાવાદમાં રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાએ આવેલા પોતાના નિવાસ સ્થાને આપઘાત કર્યો. ગૌતમભાઈ પટેલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યુ ઘટના અંગેની જાણ બોપલ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી
**
*બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી TV-AC બનાવી વેચતા નરેન્દ્ર વાધવાણી ઝડપાયો*
વડોદરા. શહેરના ઉડેરા કોયલી રોડ ખાતેથી પોલીસે બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી એસેમ્બલ TV-AC બનાવી વેચતા એકને ઝડપી પાડ્યો છે. પોલીસે રેડ કરી કુલ 18.74 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.બ્રાન્ડેડ કંપનીના લોગો, સ્ટીકર, બારકોડ મળી આવ્યા
**
*છોટુભાઈ આજે જે વાત કરે છે તે હું 2013થી કરતો આવ્યો છું: ભુપેન્દ્રસિંહ ચુડાસમા*
ઝઘડિયા. નર્મદા જિલ્લાના સરદાર ટાઉન હોલ ખાતે આદિજાતિ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવાયો હતો. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેનો વળતો જવાબ આપતા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, છોટુભાઈ આજે જે વાત કરે છે તે હું 2013થી કરતો આવ્યો છું કે, તમામ સમાજે આદિવાસી વિશ્વ દિનની ઉજવણીમાં જોડાય અને પોતાની માનસિકતા તમામ વર્ગે બદલવી જોઇએ.
**
*૫૫% ઇન્જેક્શન માત્ર ગુજરાત આયાત કરે: મુખ્યપ્રધાન*
ભાવનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ એકંદરે નિયંત્રિત છે. કોરોના દર્દીઓ માટે ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ ઇન્જેક્શનોની દેશમાં કુલ આયાતમાંથી ૫૫% ઇન્જેક્શન માત્ર ગુજરાત આયાત કરે છે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
**
*ભાડુ વસૂલનાર એસટી નિગમને હાઈકોર્ટનું તેડું*
માંડવી ગુજરાત આખામાં એસટી વિભાગ દ્વારા લોકડાઉન દરમિયાનનું પણ ભાડુ વસૂલવાની નોટિસ દુકાનદારો પરવાનેદારોને કરતા માંડવીના પરવાનેદારોએ નગર અગ્રણી જગદીશભાઈ પારેખની અધ્યક્ષતામાં મિટિંગ યોજી હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા નામદાર હાઈકોર્ટે દાખલ થયેલ પિટિશનનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી ભાડુ ન વસૂલવાનો આદેશ
**
*સુશાંત કેસ: સંજય રાઉતનો દાવો પરિવાર સાથે સારા ન હતા અભિનેતાના સંબંધ*
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં રહસ્યો વધુને વધુ ગૂઢ થતા જય રહ્યા છે તો બીજી બાજુ તેને લઈને રાજનીતિ રમાવાનું પણ શરૂ થઇ ગયું છે. સુશાંત કેસમાં શિવસેના સંસદ સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં ઘણા આરોપો લગાવ્યા છે.
**
*ફાર્માસિસ્ટ ભરતીના નિયમોમાં છબરડો, સર્જાયો આ વિવાદ*
આરોગ્ય અને પરિવાર કલ્યાણની વેબસાઈટ પર ફાર્માસિસ્ટના ભરતી નિયમોમાં છબરડો બહાર આવ્યો છે. જેમાં ફાર્માસિસ્ટ માટે ડી.ફાર્મ લાયકાત દર્શાવતી લાઈન વેબસાઈટ પરથી અદ્રશ્ય થઇ ગઇ છે. પંચમહાલ અમરેલી આણંદ જીલ્લા પંચાયત દ્વારા ફાર્માસિસ્ટ માટે બી. ફાર્મ લાયકાત માગતા વિવાદ સર્જાયો છે.
**
*અમદાવાદ સેન્ટ્રલ મોલને સીલ કર્યો*
મોલમાં 50%ની ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, કોર્પોરેશને મોલને કર્યો સીલ ગુજરાતમાં અનલોક જાહેર કર્યા પછી અમદાવાદ કોર્પોરેશને એક સપ્તાહમાં બીજી વખત કોઇ મોટા ગજાના મોલ સામે કડક કાર્યવાહી કરીને મોલને સીલ કર્યો છે
**
*સસ્તા ભાવે મોબાઈલ લેપટોપના વેચાણના નામે છેતરપીંડી*
અમદાવાદ સોલા પોલીસે ત્રણ શખ્શોની ધરપકડ કરી છે. જે ટેલિગ્રામ એપ્લિકેશન થકી ખૂબ જ સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપ, જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓનું વેચાણ કરતા હતા. આ શખ્સોએ કુલ 1100 લોકો સાથે છેતરપિંડી કરીને અંદાજિત 18 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે.
*
*ઓનલાઇન સેશનમાં પીએમ મોદીએ કહ્યું, જયેશ ક્યા છે દેખાતો નથી*
તેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઇન મિટિંગમાં સંબોધન કરતા રાદડિયા પરિવારના ખબર અંતર પુછ્યા હતા. ઓનલાઇન સેશનમાં મોદીએ જણાવ્યુ હતુ કે જયેશ ક્યા છે દેખાતો નથી બધુ બરાબર છે? વિઠ્ઠલભાઈને એક વર્ષ પુર્ણ થયુ, પરિવાર મજામા છે? એમ કહીને ખબર અંતર પુછ્યા હતા
**
*જુનાગઢની લુહાર સોસાયટીના લોકોએ મચાવ્યો હોબાળો*
શહેરના માંગરોળના લુહાર સોસાયટીના લોકોએ હોબાળો મચાવ્યો હતો. નગરપાલીકા લુહાર સોસાયટીની સામે કચરો ઠાલવતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
*સુરતમિત્ર*
*માળિયા હાટિનાના ગળોદર પાસે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ*
જુનાગઢના માળિયા હાટિનાના ગળોદર ગામ પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. રોડના મરામત સહિત સારો રોડ બનાવાની માંગ સાથે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો
**
*ઔદ્યોગિક પોલીસીમાં હજુ સબસિડી મેળવી શકશે નહીં*
સુરત જાહેર થયેલી રાજ્યની નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના આગેવાનોએ આવકારી તો છે પરંતુ આ પોલીસીનો લાભ ટેકનિકલ ટેક્સટાઈલ પુરતો જ સિમિત રહી જવાનો છે. જેથી કાપડઉદ્યોગમાં નારાજગી વ્યાપી છે.
**
*કોઝવે વાહન વ્યવહાર માટે બંધ*
સિંગણપુર રાંદેરને જોડતા કોઝવે પર 6 મીટર ઉપર પાણીની સપાટી વધતા વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 2 દિવસમાં જિલ્લાના વરસાદથી તાપીનું જળસ્તર વધતાં સપાટી ભયજનક 6 મીટરે પહોંચી
**
*અલ્પેશ જૈન 2 દિવસના રિમાન્ડ પર, સરકારી વકીલે 11 મુદ્દા રજૂ કર્યા*
મહેસાણા. દૂધસાગર ડેરીના લેબોરેટરી હેડ અલ્પેશ જૈનની ધરપકડ બાદ મહેસાણા એડિશનલ ચીફ જ્યુ. કોર્ટમાં રજૂ કરાયા હતા. સ્પે. સરકારી વકીલ સમગ્ર કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડેરીના લેબોરેટરી હેડ અલ્પેશ જૈનને જોડતા 11 મુદ્દા રજૂ કરી રિમાન્ડ માટે દલીલો કરી હતી
*રિમાન્ડ માટે રજૂ કરાયેલા મુદ્દા*
તે ફરજમા ઘીના સેમ્પલ લઇ ટેસ્ટીંગ કરતા હોઇ ટેસ્ટીંગનો રિપોર્ટ કરી રીતે આપવો તે સારી રીતે જાણતા હોય છે
ફેડરેશને જીસી મશીન ખરીદવા માટે મહેસાણા સંઘને જાણ કર્યા બાદ સંઘે શુ કાર્યવાહી કરી તે બાબતે તપાસ
ઘીમા પામ ઓઇલનુ ભેળસેળ કરેલ હોય જે પામઓઇલ ક્યાંથી અને કોના દ્વારા લાવતા હતા તે માટે હાજરી જરૂરી
પુન્હાના પ્લાન્ટમા કેટલા વખતથી ઘી બનતુ અનેતે બનાવેલુ ઘી કેટલુ મહેસાણા આવેલ તે બાબતના સ્ટોક પત્રો અને ટેન્કરો ઘી ભરીને નીકળે તેના ગેટ પાસ તથા ઘીના વજન, અન્ય વિગતોની સ્લીપો હરિયાણા પ્લાન્ટ ખાતેથી આરોપીની હાજરીમા કબ્જે લેવાના છે.
ફેડરેશને લીધેલા ઘીના સેમ્પલ કુલ 252 જેમા 147 સેમ્પલમા ભેળસેળ થયેલાનુ જણાય છે.જે ભેળસેળ કઇ જગ્યાએ, કેવીરીતે કોના દ્વારા કરવામા આવેલ છે તે જાણવુ જરૂરી
ફેડરેશને ભેળસેળયુક્ત ઘીનો નાશ કરવા આપેલી સૂચના બાબતે શુ કાર્યવાહી તેમજ ટેન્કર માલિકને ઘીનો જથ્થો પરત સોપવામા આવેલ હતો તે બાબતે કોણ સંડોવાયેલ છે.
ડેરીનુ 600 મેટ્રીક ટન ઘીનો 40 કરોડનો જથ્થો ભેળસેળયુક્ત હોઇ તે બજારમા વેચાણ થયેલ છે કે કેમ સહિતના 11 મુદ્દાનો સમાવેશ થાય છે.