જલારામ બાપા ની પવિત્ર ભૂમિ ના ગાદીપતિઓ એ એક અભૂતપૂર્વ નિર્ણય કર્યો .

🌹🙏🏻🌹
જય જલારામ
મંગળવાર, તારીખ ૨૦૦૦ નો સુવર્ણ દિવસ, વીરપુર સ્થિત પૂજ્ય જલારામ બાપા ની પવિત્ર ભૂમિ ના ગાદીપતિઓ એક અભૂતપૂર્વ નિર્ણય કર્યો .
કે જેને ભૂતો ભવિષ્યતિકહી શકાય, તેના આધારે દિવસથી પૂજ્ય બાપા ના દરબારમાં એક પણ કોડીનું દાન લેવાનું નક્કી કર્યું.
આવતીકાલે ભગીરથ નિર્ણયને ૨૧ વર્ષ પુરા થશે ત્યારે આપણે સહુ પુજ્ય જલારામ બાપા ના ભક્તો માટે એક અતિ હર્ષ એવમ ગર્વ ની લાગણી નો અવસર હશે.
છેલ્લા ૨૧ વર્ષોમાં લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદી નો લાભ લીધો હશે.
વિશ્વભરમા અલગઅલગ સંપ્રદાયો દ્વારા ચાલતી સંસ્થાઓ માટે એક અજબ ની મિસાલ છે.
પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવા નું બંધ કરવાથી, દુનિયાભરમાં ફેલાયેલ અસંખ્ય ભક્તો પોતાના સ્થળોએ અન્નક્ષેત્રો ની સફળતાપૂર્વક સ્થાપના કરી અને પૂ બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું.
પૂજ્ય બાપા ના આશીર્વાદથી , આજે બે દાયકાથી સ્વયંસેવકો તેમજ વિશાળ હૃદયનાં દાતાઓના સહયોગથી કાર્યને આપણે સહુ દરેક ગામે ગામ ધબકતું રાખી શક્યા છીએ.
પૂજ્ય બાપાને અંતઃકરણથી કોટિ કોટિ પ્રણામ સાથે જય જલારામ
🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

“જ્યાં રોટલાનો ટુકડો ત્યાં મારો હરિ ઢુકડો”