*કોંગ્રેસના 5 MLAના રાજીનામાં*

રાજ્યસભા ચૂંટણીને લઈ હાલ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. આજે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત થઇ છે. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપતા રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર પડશે. જેમાં ભાજપના 3 ઉમેદવારને જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલ ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેમાં NCPના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104એ પહોંચે અને ભાજપને જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે. કોંગ્રેસ પાસે હાલ 73 ધારાસભ્યો છે. જો 73માંથી 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોય તો તેનું સંખ્યાબળ ઘટીને 68 થઈ જાય અને કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા માટે 35×2 એટલે કે 70 મત જોઈએ. પરંતુ 68 જ મત હોવાથી કોંગ્રેસના એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે.