આપણે હંમેશા એવા ઘણા કિસ્સા સાંભળીએ છીએ કે લોકોને સ્નાન કરતા ચક્કર આવવાથી પડી ગયા પછી સ્ટ્રોક આવતો હોય છે.

બાથરૂમમાં બેહોશ થવું …

આપણે હંમેશા એવા ઘણા કિસ્સા સાંભળીએ છીએ કે લોકોને સ્નાન કરતા ચક્કર આવવાથી પડી ગયા પછી સ્ટ્રોક આવતો હોય છે. આપણે બીજે ક્યાંય પડવાનું સાંભળ્યું નથી …?

નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રોફેસર, જેમણે હેલ્ધી લાઇફસ્ટાઇલ કોર્સમાં ભાગ લીધો હતો, તેમણે સલાહ આપી હતી કે સ્નાન કરતા પહેલા કોઈએ તેમના વાળ ન ધોવા જોઈએ, અને તેમણે પહેલા શરીરના અન્ય ભાગોને સાફ કરવા જોઈએ.

આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, જ્યારે માથું ભીનું અને ઠંડુ હોય છે, ત્યારે તેને ગરમ કરવા માટે લોહી માથામાં વહે છે. આથી માથા પર ગરમ પાણી નાખવાથી રક્ત-વાહિનીઓ સંકોચાય છે અને તે રક્ત-વાહિનીઓ ફાટવાની શક્યતા છે.

આવું સામાન્ય રીતે બાથરૂમમાં થાય છે, તેથી આવું ન થાય તે માટે સૌની જાગૃતિ વધારવાની અને આપણી સ્નાન કરવાની પદ્ધતિ માં પણ સુધાર લાવવાની જરૂર છે.

સ્નાન કરતી વખતે, શરીરને નિચે આપેલા ક્રમ અનુસાર ભીનું કરવાનું શરૂ કરો.

  1. પગના તળિયાનો ભાગ,
  2. પગ,
  3. જાંઘ (સાથળ),
  4. પેટ,
  5. ખભો,
  6. 5-10 સેકન્ડ માટે થોભો …
    👉 આપણને શરીરમાંથી વરાળ/પવન છલકાતો હોય તેવું લાગશે, અને પછી હંમેશની જેમ સ્નાન કરીશું. શું થાય છે, જયારે આપણે ગરમ પાણીથી ભરેલો કાચનો ગ્લાસ ખાલી કરીને પછી તરત જ ઠંડા પાણીથી ભરી દઈએ …?
    કાચ ફૂટી જશે, બરાબર ને … !!!

આપણા શરીરમાં …
▫️શરીરનું તાપમાન વધારે હોય છે, અને પાણી ખૂબ ઠંડુ હોય છે. જો આપણે શરીર અથવા માથાનાં ભાગને સીધું ઠંડા પાણીથી સ્નાન કરીએ ત્યારે આપણા શરીર માં પણ આવીજ પ્રક્રિયા થાય છે.

▫️આ કારણે જ આપણે ઘણીવાર લોકોને અચાનક બાથરૂમમાં પડતા જોતા હોઈએ છીએ.
સ્નાન કરવાની ખોટી પદ્ધતિના કારણે આપણને

  • રક્ત-વાહિનીઓ ફાટવાથી સ્ટ્રોક આવી શકે છે
  • માઇગ્રેન થઇ શકે છે.
  • બ્લડ પ્રેશર વધી શકે છે
  • ચક્કર આવી શકે છે

આ સ્નાન કરવાની પદ્ધતિ તમામ ઉંમરના વ્યક્તિ માટે યોગ્ય છે, ખાસ કરીને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને માઈગ્રેન/માથાનો દુખાવો ધરાવતા લોકો માટે.

(એક મિત્રના અંગ્રેજી લેખનું માતૃભાષા માં સરળ અનુવાદ)
આભાર સહ,