આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જન્મજયતી નિમિતે પાટણ યુનિવર્સિટી ખાતે ત્રિવિધ કાર્યક્રમો , નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શની અને ફેસબુક દ્વારા તેમના જીવન પર વક્તવ્ય યોજાયું

પાટણ સ્થિત યુનિવર્સિટી જેના નામ સાથે જોડાયેલ છે તે કલિકાલસર્વગ્ન હેમચંદ્રાચાર્યસૂરી જી નો આજે ૯૩૨ મો જન્મદિવસ. કલિકાલસર્વગ્ન શ્રી હેમચંદ્રચાર્ય નો સમય ગુજરાતનો સુવર્ણકાળ રહ્યો હતો. કલા, સંસ્કૃતિ, ભાષા, આમ સર્વાંગી વિકાસથી ગુજરાતની ખ્યાતિ દેશવિદેશમાં ગુંજતી થયેલી,ત્યારે આવા મહાન વ્યક્તિત્વને તેમના જનદીને લોકો જાણે, તેમના શિક્ષણજગતના યોગદાનને આજની યુવાપેઢી સમજી શકે તે માટે આજે પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે તેમની પ્રતિમાને માલ્યાર્પણ, ઉપરાંત પુસ્તક પ્રદર્શન અને નિબંધ સ્પર્ધા ઉપરાંત ફેસબુકના માધ્યમથી એક વક્તવ્યનું આયોજન કરાયું હતું.
આજે કાર્તિક પૂર્ણિમાનો દિવસ ત્યારે આજના પાવન પવિત્ર દિવસે વિક્રમ સંવત ૧૧૪૫માં ધંધુકા મુકામે માતા પાહિણીદેવી અને પિતા ચાચના ઘરે પુત્ર ‘ચાંગદેવ’ નો જન્મ થયો. પાંચ વરસની બાળ વયે વિક્રમ સંવત ૧૧૫૦માં એમના ગુરુ આચાર્ય દેવસૂરીએ ખંભાતમાં દીક્ષા આપી ‘સોમચંદ્રમુનિ’ નામ આપ્યું. યોગ્યતા પ્રાપ્ત થતાં એમને વિક્રમ સંવત ૧૧૬૬માં સૂરી પદવી આપવામાં આવી હતી. ત્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે પણ તેમનું નામ જોડાયેલું છે. ત્યારે આજે યુનિવર્સિટીએ આજે ત્રિવિધ કાર્યક્રમો થકી તેમના જન્મદિનની ઉજવણી કરી હતી વહેલી સવારે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરા એ વહીવટીભવન ખાતે રખાયેલી તેમની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. તો આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જિલ્લા સંઘચાલકજી ડો. નિખિલભાઈ ખમાર, શારીરિક શિક્ષણ નિયામક ચિરાગભાઈ સહિતના મહાનુભાવોએ પણ પૂજ્ય હેમચંદ્રાચાર્યજીને માલ્યાર્પણ કરી, તેમની રચનાઓના પુસ્તકોના પ્રદર્શનને નિહાળ્યું હતું. તો આ પ્રસંગે નિબંધ સ્પર્ધા અને ફેસબુક પર હેમચંદ્રાચાર્ય જીવનદર્શન વિષય પર ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક રમેશભાઈ તન્ના નું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય ગ્નાન ભંડાર ખાતે પણ તેમના પુસ્તકોનું દર્શન લોકો કરી શકે તે માટે ખુલ્લુ મુકાયુ હતુ આ પ્રસંગે ટ્રસ્ટી યતિનભાઈ શાહે જણાવ્યું કે
આચાર્ય હેમચંદ્રાચાર્ય જીનો જન્મ ભલે ધંધૂકામાં થયો પરંતુ તેમની કર્મભૂમિ પાટણ રહેલી તેમના પ્રગલ્ભ પાંડિત્યને કારણે પાટણના પ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહ સાથે તેમની મિત્રતા બંધાણી અને આ જુગલબંધીને પરિણામે ગુજરાત તે વખતે શિક્ષણમાં શિરમોર બન્યું હતું. હેમચંદ્રાચાર્યજીનું સ્થાન રાજસભામાં હોવાથી સંસ્કારી પ્રજાપ્રિય રાજા સિધ્ધરાજ જયસિંહની વિનંતીથી ‘સિધ્દ્ધહેમશબ્દાનુસાશન’ વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી અને ઇતિહાસમાં પ્રથમ વાર તેની નગર યાત્રા હાથીની અંબાડી પર કાઢવામાં આવી હતી, અને ગ્નાન ની આણ વિશ્વમાં ગુંજતી કરી હતી. તેઓના માત્ર ગુજરાત પરંતુ તેમના સમયમાં ભારતવર્ષના સાહિત્યચાર્ય તરીકે નામના મેળવી હતી . વિધ્યા અને સાહિત્ય ક્ષેત્રે ભારતભૂમિને અગ્રેસર કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો . પ્રાકૃતના પાણીનીનું બિરુધ્ધ, અભિધાન ચિંતામણી, અનેકાર્થ સંગ્રહ, નિઘંટુકોષ અને દેશીનામમાળા જેવા શબ્દકોષોની રચના કરી. કાવ્યાંનુશાસન જેવો અલંકાર ગ્રંથ. છંદોનુશાસન જેવા છંદશાસ્ત્ર, પ્રમાણમિમાંસા, અન્યયોગવ્યવછેદ પ્રાકૃત જેવા ઇતિહાસ કાવ્યો ,ત્રિષષ્ટિષલાકાપુરુષચરિત્ર અને પરિશિષ્ટ સ્તુતિકાવ્યો પુરાણ કાવ્યો અને યોગશાસ્ત્ર જેવા યોગ વિષયક ગ્રંથ અને સ્તુતિ કાવ્યો વગેરેની રચના કરી શ્રી હેમચંદ્રચાર્યે તત્કાલીન સમગ્ર વિષયોમાં ખેડાણ કરીને ગ્નાનની દરેક શાખાઓને પાવન કરી ભક્તિરસ, શૃંગાર રસ, વીર રસની શ્રેષ્ઠ રચનાઓ કરી છે ત્યારે આજના મહાન દિવસે તેમને યાદ કરવા રહ્યા ..