તા.૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃ

તા.૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃ
માતાજીની આરતી અને દર્શનના સમયમાં થશે ફેરફાર

અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ તા.૨૪ સપ્ટેમ્બર-૨૦૨૧ ભાદરવા વદ-૪ (ચોથ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે ૦૧:૩૦ કલાકે શરૂ થશે. જેથી દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબનો રહેશે. જેમાં દર્શન સવારે-૭:૩૦ થી ૧૧:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ તેમજ માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે ૦૯:૦૦ કલાકે રહેશે. તા.૨૫/૦૯/૨૦૨૧થી આરતી તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા લેવા વિનંતી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.