મલેશિયાના વડાપ્રધાને અચાનક આપ્યું રાજીનામું*

કુઆલાલંપુરઃ મલેશિયામાં વડાપ્રધાન મહાતિર મોહમ્મદે અચાનક રાજીનામું આપતા અહીં રાજકીય સંકટ ઊભું થયું છે. મલેશિયાના વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજકીય વિરોધીઓ તરફથી સરકાર પાડવાના પ્રયત્નો વચ્ચે વડાપ્રધાને પોતાનું રાજીનામું રાજાને સોંપી દીધું છે.