તિલકવાડા નગરના ના બંધ મકાનમાંથી 2 લાખ 97 હજાર ની ઘર ફોડ ચોરી
લગ્નના ચાંદલા ના તેમજ અન્ય રોકડતથા સોના ચાંદીના દાગીનાની ચોરી
રાજપીપલા તા26
તિલકવાડા નગરના ચામડયા ઢોળ વિસ્તારમાં ફુલકાનમહમદ ફિરોજખાન રાઠોડ નું ઘર આવેલ છે જેઓ છેલ્લા બે દિવસથી કામસોલી મુકામે ગયા હતા જેના કારણે બે દિવસથી તેમનું ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી ગત રોજ રાત્રીના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઇસમો ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી નીચેના રૂમમાં તિજોરી માં મુકેલ ફુલકાન મહમદ ના લગ્નના ચાંદલા ના તેમજ અન્ય રોકડ મળી કુલ બે લાખ વિસ હજાર (2,20,000) રોકડા તેમજ લગ્નમાં ગીફટ તરીકે આવેલ 10,000 ની કિંમત ની ચાંદી ની લકી તેમજ સોનાની 8 ગ્રામ ની શેરો કિંમત રૂપિયા 40,000 તે ઉપરાંત ઘરના બીજા માળે આવેલ લોખંડની તિજોરીમાંથી રોકડા રૂપિયા 27000 મળી કુલ બે લાખ સત્તાનું હજાર (2,97,000) ના મુદ્દામાલ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે
આ અંગે ફરિયાદી ફુલકાનમહમદ ઉર્ફે રાજાજી ફિરોજખાન રાઠોડ(રહે, ચામડીયા ઢોળ, તિલકવાડા )એ તિલકવાડા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા