રાજ્ય ના કોરોના કુલ 23 મૃતકો માં 16 એટલે કે 70 ટકા દર્દીઓ અન્ય બીમારીઓ થી પીડાતા હતા,
ડાયાબિટીસ ના 6,હાઇપર ટેનસન ના 3,મગજની બીમારી ના 2,ફેફસા ના 1,અને કોર્મોબીટ ના 1 દર્દી હતા
(કલગી રાવલ)ગુજરાત માં કોરોના ના કારણે આજ સુધી માં 23 લોકો ના મોત થયા છે જેમાં 70 % એટલે કે 16 મૃતકો ને કોરોના સિવાય પણ અન્ય બીમારી હતી, જેમાં સૌથી વધુ હાઈ બી પી અને ડિયાબિટીસ ના રોગ ની સાથે કોરોના થયો હોય એવા 6 દર્દી ના મોત થયા છે.સૌથી વધુ 16 પુરુષ ના મોત થયા છે
ગુજરાત માં કોરોના નો કહેર વધી રહ્યો છે તેની સાથે મરણ નો આંક પણ વધતો જાય છે તયારે રાજ્ય માં એક માત્ર કોરોનાના ચેપ ના કારણે 7 વ્યક્તિ ના મોત થયા છે બાકી ના 16 વ્યક્તિ ના મોત પાછળ કોરોના ની સાથે અન્ય બીમારીઓ પણ કારણભૂત રહી છે, જેમાં કોરોના ના મૃતકો ની મેડિકલ હિસ્ટ્રી જોવા માં આવે તો, ડિયાબિટીસ અને બી પી ના 6 દર્દી ના મોત થયા છે, આ ઉપરાંત હાયપર ટેનસન વાળા 3, મગજની બીમારી ધરાવતા 2,કોર્મોબીટ એટલે કે અન્ય રોગો ધરાવતા 1,ફેફસાં ના રોગ ધરાવતા 1 મળી કુલ 23 ના મોત માંથી 16 મૃતકો કોરના ની સાથે અન્ય બીમારી થી પણ પીડાતા હતા,
ગુજરાત માં કોરોના ને કારણે થયેલા કુલ 23 ના મોત માં લોકલ ટ્રાન્સમિશન ના 17,આંતર રાજ્યના 3,અને વિદેશી 3 નો સમાવેશ થયો છે. આમ ગુજરાત માં સૌથી વધુ કેસ અને મોત લોકલ ટ્રાન્સમિશન ના કારણે થયેલા છે,