*ટ્રમ્પના આગમનથી બજાર નાખુશ સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો*

અમદાવાદઃ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બજાર ત્રણ સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું હતું. કોરોના વાઇરસે વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી બીએસઈ સેન્સેક્સ 807 પોઇન્ટ તૂટીને 40,362ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 242 પોઇન્ટ તૂટીને 11,850ની સપાટી તોડીને 11,838ના મથાળે બંધ રહ્યો હતો થોડાક જ કલાકોમાં રોકાણકારોનાં 3.17 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા