*અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ*

જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ ટ્રમ્પના મોહરા પહેરીને વિરોધ નોંધાવ્યો. કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ પાક વીમો ન મળતા ખેડુતોએ ટ્રમ્પના મોહરા પહેરવાની સાથે પાક નુકસાનનું વળતર તાત્કાલીક ચૂકવવા માંગ કરી છે. આ સાથે પાક વીમો ચૂકવવામાં જેટલો વિલંબ થયો છે કે તેનું વ્યાજ ચૂકવવાની પણ માંગ કરીને કિસાન કોંગ્રેસ અને ધારાસભ્યોએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ છે