*ટ્રમ્પ પોતાના વિશેષ વિમાનથી તાજનગરી આગ્રા પહોંચ્યા, યોગી આદિત્યનાથ અને આનંદીબહેન પટેલે કર્યું સ્વાગત*

આગ્રાના એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં લાલ જાજમ પાથરવામાં આવી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલે તેમનું આગ્રા એરપોર્ટ પર સ્વાગત કર્યુ.અહીં ટ્રમ્પ પરિવારના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેને નિહાળી ટ્રમ્પ અને તેમને નિહાળીને ટ્રમ્પ તેમજ તેમનો પરિવાર પ્રફુલ્લિત થયા. એરપોર્ટ પરથી સમગ્ર ટ્રમ્પ પરિવાર તાજ મહેલ નિહાળવા માટે રવાના થયો.