નર્મદાના ડેડીયાપાડામા બે ઇંચ અને નાંદોદ, સાગબારા તાલુકામા દોઢ દોઢ ઇંચ વરસાદ
નર્મદાડેમની સપાટી 24કલાકમાં 31સેમી વધી
કરજણ ડેમની સપાટી પણ 41સેમી વધી
નર્મદા ડેમ ઓવરફ્લો સપાટીથી 19મીટર દૂર
રાજપીપલા, તા 11
છેલ્લા ચાર દિવસથી નર્મદા જિલ્લામા સારો વરસાદ થઈ રહ્યો છે જે ખેડૂતોમાટે સારા સમાચાર કહી શકાય. સતત ભારે વરસાદને કારણે નર્મદાનાતમામ ડેમોની સપાટી વધી રહી છે
નર્મદા જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૫૩ મિ.મિ. (બે ઇંચ )અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે સાગબારા તાલુકામાં–૩૭ મિ.મિ.(દોઢ ઇંચ )નાંદોદ તાલુકામાં-૩૧ મિ.મિ.(દોઢ ઇંચ )અને તિલકવાડા તાલુકામાં-૧૫(પોણો ઇંચ )મિ.મિ. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૭૩૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૦૧૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૮૭૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૬૯૯ મિ.મિ સાથે તૃતિય સ્થાને, સાગબારા તાલુકો-૫૯૬ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને ગરૂડેશ્વર તાલુકો-૫૦૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૯.૭૦ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૯.૭૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૩.૭૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૩.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૯૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
નર્મદાડેમની સપાટીમાછેલ્લા 24કલાકમાં 31સેમી વધારો થયો છે.નર્મદા ડેમની સપાટી 119.72મીટર નોંધાઈ છે
હાલ નર્મદા ડેમ ઓવરફ્લો સપાટીથી 19મીટર દૂરછે. તો
કરજણ ડેમની સપાટી પણ24કલાકમાં 41સેમી વધીછે. હાલ ડેમની સપાટી 109.77મીટર નોંધાઈ છે
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા