રાજપીપળા નગરપાલિકાના કર્મચારી મંડળના પ્રમુખની મુખ્યમંત્રીને ફરિયાદ . પાલિકામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપ.

છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવાની આશામાંને આશામાં નગરપાલિકા રાજપીપળાના કેટલાક નિવૃત્ત કર્મચારીઓ મ્રૂત્યૂ પામ્યા

આરોગ્ય શાખાના સેનેટરી ઇન્સ્પેકટર તરીકેની નિમણૂક ગેરબંધારણીય અને ગેરકાયદેસર કરી છે.

રાજપીપળા, તા. 17

રાજપીપળાનગરપાલિકાના કર્મચારી મંડળ દ્વારા નગરપાલિકા દ્વારા મોટા ભ્રષ્ટાચાર આચરતા હોવાની રજૂઆત છેક મુખ્યમંત્રી રૂપાણી સુધી કરી છે.
રજૂઆતમાં રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓ મંડળ દ્વારા રાજપીપળા નગરપાલિકા ના પેન્શનરોને અડધો પેન્શન બાબતે પ્રમુખરસિક સોલંકીએ જણાવ્યું કે
કર્મચારીઓને લોકડાઉન અને કોરોના મહામારીના ચીફ ઓફિસર જાણે એસસી /એસટી અને ઓબીસીને હેરાન કરવાની જાણે ઝુંબેશ ઉપાડી છે. તેવું આક્ષેપ સાથે ચિફ ઓફિસર જયેશ પટેલ ની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
જેમા છઠ્ઠા પગાર પંચનો અમલ અને તફાવત આજદિન સુધી મળ્યો નથી. અને છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવાની આશામાંને આશામાં નગરપાલિકા રાજપીપળાના કેટલાક નિવૃત્ત કર્મચારીઓ મ્રૂત્યૂ પામ્યા છે હાઇકોર્ટના આદેશોની નું પણ અપમાન કરી રહ્યા છે. સરકારે ફાળવેલગ્રાન્ટનો ઉપયોગ ચીફ ઓફિસર મનસ્વી રીતે કરી રહ્યા છે,

કર્મચારી મંડળના પ્રમુખ રસીકભાઇ સોલંકી એ ઘટસ્ફોટ કરતા કહ્યુ કે ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગત તા.16/3 /20 ના રોજ હેમેન્દ્રસિંહ યશવંતસિંહ માત્રોજાને આરોગ્ય શાખાના સેનેટરી ઇન્સ્પેકટર તરીકેની નિમણૂક આપેલ છે જે ગેરબંધારણીય અને તદ્દન ગેરકાયદેસર છે. હેર્મેન્દ્રસિંહ સેનેટરી ઇન્સ્પેકટર તરીકેની નિમણૂક આપવા માટે જે અખબારોમાં જાહેરાત આપી ને ઇચ્છુક ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવાની સરકારની ગાઇડલાઇનનો કેવો અને કેટલો અમલ થયો તે બાબતની માહિતી પણ માંગેલ છે. અને હાલ આ નિમણૂકને રદ કરવાની માંગણી કરેલ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા