જમણા સૂંઢવાળા ગણેશ દર્શન નું અનેરું ધાર્મિક મહાત્મ્ય

નર્મદા જિલ્લાના એક માત્ર 81વર્ષ પુરાણા રાજપીપલાના રત્ન ગણેશ મન્દિરનું અનોખું ધાર્મિક મહાત્મ્ય

સામાન્ય રીતે ગણેશની સૂંઢ ડાબી બાજુએ હોય છે પણ રાજપીપલા ના ગણેશ મઁદિરમાં આવેલ ગણેશજીની સૂંઢ જમણી બાજુએ આવેલ છે.

ગુજરાતના ત્રણ પ્રાચીન ગણેશ મઁદિરમાંનું એકઅને જમણા સૂંઢ વાળા ગણપતી દાદાનું રાજપીપલાનું એક માત્ર મન્દિર

જમણા સૂંઢ વાળા ગણપતી દાદાના એકવાર દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે.

રાજપીપલા કાછીયાવાડની મહિલાની અનોખી ગણેશ ભક્તિ

છેલ્લા દશ વર્ષથી ઉઘાડા પગે ચાલીને દર મંગળવારે દર્શને આવતી રાજપીપલાની મહિલા ની બધા પૂર્ણ થયાં પછી પણ ચાલુ રાખેલી પ્રથા

રાજપીપલાના ગણેશભક્તવિજય રામી દ્વારા છેલ્લા દશ વર્ષથી જાતે હાથથીબનાવેલી માટીનીમૂર્તિ ગણેશચતુર્થીએ મૂકી10દિવસ પૂજા અર્ચના થાય છે.

ગણેશ મહોત્સવમા ભક્તોને માત્ર 10જ દિવસ દર્શનનો લ્હાવો મળે છે જયારે રાજપીપલા ના ગણેશ મઁદિરમાં 365દિવસ ગણેશ દર્શનનો લાભ મળે છે.

રાજપીપલા, તા 11

ગુજરાતમાં અને ભારતમાં ગણેશજીના જૂજ મન્દીરો આવેલા છે જેમાં ગુજરાતમા ગણ્યા ગાંઠ્યા ગણેશના પ્રાચીન મન્દીરો આવેલા છે. જેમાનું એક અતિ પ્રાચીન ગણેશ મન્દિર રાજપીપલામા આવેલું છે. હા.નર્મદા જિલ્લામા એક માત્ર ગણેશ મંદિર રાજપીપલા દરબાર રોડખાતે આવેલું છે.આ શ્રી રત્ન ગણેશ મન્દિર 81વર્ષ પુરાણુ મન્દિર ગણાય છે.ગુજરાતના ત્રણ પ્રાચીન ગણેશ મઁદિરમાંનું એકઅને જમણા સૂંઢ વાળા ગણપતી દાદાનું રાજપીપલાનું એક માત્ર મન્દિરમા ગણેશ મહોત્સવ મા શ્રીજીના દર્શને ભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યા છે.

મઁદિરના પૂજારી મહેશભાઈ ઋષિ જણાવે છે કે સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુએ હોય છે પણ રાજપીપલાના ગણેશ મઁદિરમાં આવેલ ગણેશજીની સૂંઢ જમણી બાજુએ આવેલ છે.
જમણા સૂંઢ વાળા ગણપતી દાદાના એકવાર દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે.એવી માન્યતા છે.
અહીંના જમણા સૂંઢવાળા ગણેશ દર્શનનું અનેરું ધાર્મિક મહાત્મ્યછે.

આ મઁદિરમાં અનેક ભક્તોની ગાથા પણ અનોખી છે.રાજપીપલા કાછીયાવાડના રહીશ માઈ ભક્ત સ્નેહાબેન કાછીયા ગણેશ ભક્તિ અનોખી છે.છેલ્લા દશ વર્ષથી સ્નેહા બેન ઉઘાડા પગે ચાલીને દર મંગળવારે પગે ચાલીને દર્શન કરવા આવે છે. રાજપીપલાની આ મહિલા ની બધા પૂર્ણ થયાં પછી પણતેમણે ભક્તિભાવ પૂર્વક આ પ્રથા ચાલુ રાખી છે. તો

રાજપીપલાનાબીજા ગણેશભક્ત વિજયભાઈ રામી દ્વારા છેલ્લા દશ વર્ષથી જાતે હાથથી બનાવેલી માટીનીમૂર્તિ ગણેશચતુર્થીએઆ મઁદિરમાં સ્થાપના કરાય છે. અને ગણેશ ચતુર્થીએ બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મઁત્રોચાર સાથે પૂજન આરતી કરી મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે અને 10દિવસ પૂજા અર્ચના કર્યા પછી તેનું વિધિવત વિસર્જન થાય છે આ મૂર્તિ પણ મંદિરમાં મુકવામાં આવી છે.

ભક્તો આ મન્દિરના મહત્તાની વાત કરતા જણાવે છે કે આમ તો ગણેશ મહોત્સવમા જ ભક્તોને ગણેશ દર્શનનો અને તે પણ માત્ર 10જ દિવસ દર્શનનો લ્હાવો મળે છે.જયારે રાજપીપલા ના ગણેશ મઁદિરમાં 365 દિવસભક્તોને ગણેશ દર્શનનો લાભ મળે છે.દરરોજ સવાર સાંજ બે આરતીનો લ્હાવો દરરોજ લાભલે છે. આ મઁદિરમાં શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક દર્શન કરવાથી ભક્તોની બધી માન્યતાઓ પૂર્ણથાય છે.
અહીં સંતાનોની બાધા પુરી થાય તો ભક્તો સવા મહિના પછી બાળક ના વજન જેટલાં લાડુ નો પ્રસાદ ત્રાજવામાં તોલીને ચઢાવે છે. આજુબાજુ ના દૂર દૂર ના ગામેથી ભક્તો ચોથના દિવસે પગપાળા ચાલીને દર્શન કરવા આવે છે. અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. અહીં શ્રદ્ધાના ઘોડાપુર ઉમટે છે. આ મન્દિર અગાધ આસ્થાનું પ્રતીક ગણાય છે.

તસવીર જ્યોતિ જગતાપ, રાજપીપલા