*સોનું 10 ગ્રામનો ભાવ જઈ શકે છે 45000 રૂપિયાને પાર*

સોનામાં રોકાણ કર્યુ છો તો તમારા માટે ખુશખબર છે.તો સોનાની જ્વેલરી ખરીદનારા લોકો માટે ઝટકો સાબિત થશે. છેલ્લાં બે મહિનામાં સોનાની કિંમતમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. પહેલાં અમેરિકા-ઈરાન અને હવે અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોરના ખતરાથી સોના-ચાંદીનાં ભાવમાં તેજી રહી. 10 ગ્રામનો ભાવ 42 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ જેવો તણાવ ઘટ્યો તો સોનાનો ભાવ ફરી પાછો 39000 રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. બજારના જાણકારો પણ સોનામાં ઘટાડાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ એકવાર ફરીથી સોનાએ રફ્તાર પકડી છે