જાણીતા કોરિયોગ્રાફર એવા રેમો ડિસોઝાને થયો હ્રદયઘાતનો હુમલો. એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.

મુંબઇ: જાણીતા કોરિયોગ્રાફર (ડાન્સ ડિરેક્ટર), એક્ટર અને ‘ABCD’ જેવી ફિલ્મોના ડિરેક્ટર એવા રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે હાર્ટ અટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા. અત્યારે તેઓ ICUમાં દાખલ છે.