*ડોનાલ્ડ ટ્રમ્પે જોયેલું ભારત અગાઉ કરતાં સાવ જુદું: મુકેશ અંબાણી*

અમેરિકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ જિમી કાર્ટર, બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા કરતાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોયેલું ભારત સાવ અલગ છે, એમ માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ મુંબઈમાં યોજેલા ‘ફ્યુચર ડિકોડ’ ઇવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં મોબાઇલ નેટવર્ક હવે ઘણું સુધર્યું છે. આપણે જ્યારે હાલ વાતચીત કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના અમદાવાદ શહેરમાં પહોંચ્યા છે અને 2020નું ભારત ઘણું જ અલગ છે