અમદાવાદ: સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી

અમદાવાદ: સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી છે. છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ બાળકીની શોધ કરી રહી હતી. બાળકીને શોધવા પોલીસે ડ્રોનની પણ મદદ લીધી હતી. સોશિયલ મીડિયા થકી પોલીસને બાળકીને શોધવામાં સફળતા મળી છે. એક રિક્ષાચાલકે બાળકીને પોલીસ સુધી પહોંચાડી હતી. બાળકીને તેની માતા પાસે પાટણ જવું હતું. રિક્ષાચાલકને શંકા જતા બાળકીને પોલીસ સુધી પહોંચાડી હતી.