નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન

નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન

નર્મદાના ડેડીયાપાડા,બારખાડી, કમોદીયા,ઝરવાણી જેવા ડુંગર વિસ્તારમા ડુંગરીપાનાનુ ભરપુર ઉત્પાદન

આદીવાસી પરિવારો જંગલમાં ઉગીનિકળતાં ડુંગરી પાનાને ભેગાં તોડી તેને ટોપલામાં મુકીને બજારો સુધીલઈ આવે છે

જ્યાં વેપારીઓ ઝૂડી બનાવીને ગ્રાહકોને વેચે છે.

હોટલોમાં ડુંગરી પાનામાથી પાતરા, ભજીયા, ફરાળી પાત્રા બનાવવાય છે.

હોટલોમાં ડુંગરી પાનાની ભારે માંગ

જંગલમાં ઉગતા ડુંગરીપાના હોટલો સુધી પહોંચ્યા

રાજપીપલા, તા5

નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના પુષ્કળ થાય છે.તેને લોકો પતરવેલીના પાન પણ કહે છે.અહીના આદિવાસીઓમાટે ચોમસામા ડુંગરીપાના રોજગારીનુ પૂરક સાધન ગણાય છે. આદિવાસીઓ ડુંગરીપાના તોડીને તેની જુડી બનાવીને ટોપલા ભરીને
વાહનોમા રાજપીપળા વેચવા આવે છે. ચોમાસામા જયારે રોજગારી ખાસ નથી હોતી ત્યારે આદિવાસીઓ માટે ડુંગરીપાના પૂરક રોજગારીનું સાધન બન્યા છે

નર્મદાજિલ્લાના ડેડીયાપાડા,બારખાડી, કમોદીયા,ઝરવાણી જેવા ડુંગર વિસ્તારમા ડુંગરીપાનાનુ ભરપુર ઉત્પાદન થયું છે. ખાસ કરીને હોટલોમાંચોમાસામાં ડુંગરીપાના માંથી પાતરા, ભજીયા, ફરાળી પાત્રા, બનાવવા માટે હોટલોમાં તેની ભારે માંગ હોય છે.
રાજપીપળામા ડુંગરીપાના વેચવા આવે ત્યારે ખાસકરીને મહીલાઓ તેની ધૂમ
ખરીદી કરે છે અને ચપોચપ ઉપડી જાય છે. જોકે હાલ ડુંગરી પાના 30થી 40
રૂ.ની ઝૂડીના ભાવે વેચાઇ રહયા છે. ગત વર્ષ કરતા બમણો ભાવ છે.ચાલુ સાલે વરસદાને કારણે આદિવાસીઓ જંગલમાં જઈ શકતાન હોવાથી તોડીને રાજપીપળા સુધી લાવવામાં મુશ્કેલી પડતી હોવાથી
ડુંગરીપાનાનો પુરતો માલ બજાર સુધી આવી શકતો નહોવાથી તેનો ભાવ વધ્યો
છે. વરસાદનું જોર ઘટયા પછી પુનઃ ભાવ ઘટસે તેવું વેપારીઓ જણાવી રહયા
છે, ડુંગરીપાના ના ભજીયા, પાત્રા સારા બને છેજેમાં બેસન નો ઉપયોગ કરી પાત્રા બનાવે છે પણ હાલ શ્રાવણ મહિનો ચાલતો હોઈ હોટેલોમાં ફરાળી પાત્રા બને છે. જેમાં ચાર થી પાંચ પાત્રા ઉપર બેસન ને બદલે શીંગોડા, રાજગરાનો લોટ માંથી ફરાળી પાત્રા બનાવે છે. જેની હોટેલોમા ઘણી માંગહોય છે.તેથી
ચોમાસામા હોટેલવાળા એડવાન્સમા જ ડુંગરીપાનાઆદિવાસીઓ પાસેથી ખરીદે લે છે.

દેડિયાપાડા તાલુકોજંગલ ડુંગરોથી ઘેરાયેલો વિસ્તાર છે. દેડીયાપાડા તાલુકામાં અત્યાર
સુધીમાં કુલ વરસાદ 729 મિ.
મી.નોધાયો છે.જંગલ વિસ્તાર મા સતત વરસાદ પડ્યા કરે છે. તેને લઈનેડુંગર વિસ્તારમાં પહાડી વિસ્તારમા
પતરવેલીના પાન ઠેર ઠેર કુદરતી રીતે ઉગી
નીકળીયા છે. આદિવાસીઓ ના જણાવ્યા અનુસાર પતરવેલીના પાનઆમ તો બે
પ્રકારના હોય છે. એક કાળી દાંડીવાળાઅને બીજા સફેદ
સફેદ દાંડી વાળા પતરવેલીના પાન.તેમાં પતરવેલીનાપાન બાફીને વધારીને અને તળીને ખાવા માટેઉપયોગમાં લેવાય છે. આમ જંગલમાં ઉગતા ડુંગરીપાના હવે હોટલો અને ફરસાણની દુકાનોમાં પહોચી ગયા છે. અને ટેસ્ટી વાનગી તરીકે પેકીંગ કરીને પાત્રા બજારમાં ધૂમ વેચાય છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા