શિવ પુરાણમાં કાર્ય કેમ કરવું વાતચીત-વ્યવહાર વિચારો કેમ કરવા અને કેટલાક અક્ષમ્ય પાપોથી કેવી રીતે બચી શકશો તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. શિવજી સમગ્ર સૃષ્ટીના પાલન હાર અને સંહારક દેવ પણ કહેવાય છે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે કોઈ ખાસ મહેનતની જરૂર પડતી નથી, ભોલેનાથ ખુબજ ઝડપથી પ્રસન્ન થાય છે. શિવજી જ્યારે કોપાયમાન થાય ત્યારે તેમના ગુસ્સાથી બચવું પણ ખુબજ અઘરૂ છે.
આપણે વારંવાર સાંભળીએ છીએ કે કર્મોનું ફળ અહીંજ મળે છે અને તે ખરૂ પણ છે. તમે જેવા કર્મ કરો તમને એવું જ ફળ મળશે. તમારા પાપ પુણ્યનો એક સરખો હિસાબ થાય છે. આથી જો તમે જીવનમાં આ ભૂલો કરતા હો તો આજે જ સંભાળીને તે ભૂલો બંધ કરો.
ક્યા પાપ કર્મોથી બચવું જોઈએ?
બીજાની પત્ની કે પતિ પર ખરાબ નજર નાંખવી જોઈએ નહી, આ ખુબજ મોટુ પાપ ગણાય છે. ગુરૂ, માતા-પિતા, પત્ની કે પૂર્વજોનું અપમાન કરવું પાપ શ્રેણીમાં આવે છે. ગુરૂની પત્ની સાથે સંબંધ બનાવવા, કોઈને આપેલું દાન પરત લેવું તે સૌથી મોટું પાપ છે. બીજાનું ધન પચાવી પાડવું તે અક્ષમ્ય અપરાધ છે.
બ્રાહ્મણ કે મંદિરની વસ્તુઓને ખોટી રીતે પચાવી પાડવી તે મોટુ પાપ છે. ભોળા માણસની સાથે છેતરપિંડી કરવી તે મહાપાપ છે. સારો રસ્તો છોડીને ખોટો રસ્તો પસંદ કરી ધન કે સંપત્તિ મેળવવી તે મહાપાપ છે, કોઈ માટે ખરાબ વિચારવું તે પણ મહાપાપ છે.