શિક્ષક દિને કોરોના મા 2020મા નિવૃત થયેલા શિક્ષકોનું સન્માન કરવાનું તંત્ર અને શિક્ષણ વિભાગ વિસરી જતા ચર્ચાનો વિષય બન્યો
માત્ર ગત તાજેતર મા 2021મા નિવૃત શિક્ષકોનું સન્માન કરાતા શિક્ષકોમાં અપમાનની લાગણી અનુભવાઈ
જીલા શિક્ષણાધિકારીએ ભૂલ સ્વીકારી નજીક ના સમયમાં ફ્રીરીથી 2020ના નિવૃત શિક્ષકોનું સન્માન કરવાની બતાવી તૈયારી
રાજપીપલા,તા 5
રાજપીપલા મા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ તથા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
આજે નર્મદા જિલ્લાના રાજપપીલા મુખ્ય મથકે સરદાર ટાઉન હોલ ખાતે શિક્ષક દિન નિમિત્તે સને ૨૦૨૦-૨૧ ના શૈક્ષણિક વર્ષમાં જિલ્લા-તાલુકાના “ શ્રેષ્ઠ શિક્ષક “ પારિતોષિક વિતરણ તથા જિલ્લાના નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો હતો. પણ
તેમાં ગત વર્ષે એટલે કે 2020મા નિવૃત થયેલા શિક્ષકોનું સન્માન કરવાનું તંત્ર અને શિક્ષણ વિભાગ વિસરી જતા નિવૃત શિક્ષકોએ આશ્ચર્ય સાથે ખેદની લાગણી અનુભવી હતી.ગત વર્ષે મેં 20મા ઓક્ટોબર 20મા નિવૃત થયેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો 50થી વધુ મોટી સંખ્યામાં નિવૃત થયાં હતા પણ તે વખતે કોરોના હોવાથી નિવૃત થયેલા શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો નહોતો અને કોરોનનું કારણ આગળ ધપાવી બે વર્ષનો ભેગો કાર્યક્રમ યોજાશે એમ જણાવેલ પણ હવે કોરોના હળવો થતાં ચાલુ વર્ષે રાજપીપલા ખાતે શિક્ષક દિને
શિક્ષકોનો સન્માન સમારંભમા માત્ર 2021માનિવૃત થયેલા શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો હતો. જયારે 2020મા નિવૃત થયેલ શિક્ષકો, આચર્યોનો સન્માન સમારંભ વિસરી જતા શિક્ષણ જગતભારે ચર્ચા નો વિષય બન્યો હતો જેમને 30થી 35વર્ષ સુઘી શિક્ષક તરીકે ની ઉત્તમ કામગીરી બજાવી હોય તેવા સંનિષ્ટ શિક્ષકોને તંત્ર અને શિક્ષક સંઘો પણ સન્માનીય શિક્ષકો ને વિસરી જાય ત્યારે એનાથી શરમજનક વાત બીજી શી હોઈ શકે. જોકે શિક્ષકો આવા કોઈ સન્માનના ધ્યોતક નથી પણ 2021નું સન્માન થાય ને 2020ના શિક્ષકો ને છોડી દેવાય એ વાત જ શિક્ષણ જગતમાટે ઢાકણીમા પાણી લઈ ને ડૂબી જવા જેવી વાત છે. શિક્ષક સંઘો નું મૌન પણ સૌને અકળાવે તેવું છે.
જોકે નર્મદા જીલા શિક્ષણાધિકારીના ધ્યાને આ વાત લાવતા તેમણે એ ભૂલ સ્વીકારી નજીક ના સમયમાં ફ્રીરીથી 2020ના નિવૃત શિક્ષકોનું સન્માન કરવાની બતાવી તૈયારીબતાવી છે . ત્યારે હવે એ જોવું રહ્યું કે આ ભૂલ સુધારાય છે કે નહીં?!
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા