રાજ્ય સરકારના સીપ્લેનના ભાડા પેટે છલાખ ચુક્વવાના બાકી છે!

રાજ્ય સરકારના સીપ્લેનના ભાડા પેટે છલાખ ચુક્વવાના બાકી છે!

બાકી નીકળતો ૪૭ લાખ
રૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવાકેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય
સિંધિયાએ મુખ્યમંત્રી વિજય
રૂપાણીને પત્ર લખ્યો

ફરીથી દિવાળી સુધીમાં સી પ્લેનની
સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે

રાજપીપલા,તા 5

દેશમાં પહેલીવાર સાબરમતી
રિવરફ્રન્ટથી સ્ટેચયુ ઓફ યુનિટી કેવડિયા
સુધી શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલમાં
કોવિડ મહામારીને કારણે બંધ છે. પરંતુએક નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓપરેટ
થયેલા સી પ્લેનના ભાડા પેટે રાજયસરકારનો વાયાબિલીટી ગેપ ફંડિંગ
(વીજીએફ)માંથી બાકી નીકળતો ૪૭ લાખ
રૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવાકેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય
સિંધિયાએ મુખ્યમંત્રી વિજય
રૂપાણીને પત્ર લખ્યો છે. વધુમાં આપત્રમાં તેમણે ગુજરામાં એ૨ કનેકિટવિટી વધારવા જરૂરીએવિએશન ઈન્ફાસ્ટ્રક્વર વધારવાનીસાથે ભાવનગર, જામનગર, કંડલા,
પોરબંદર, વડોદરા અને સુરત
એરપોર્ટ પર જરૂરી જમીન સંપાદનનીકામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું
છે. સિંધિયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં
જણાવ્યું છે કે, અમદાવાદ અને કેવડિયાવચ્ચે રિજનલ એર કનેક્ટિવિટી
(આરએસી) યોજના હેઠળ સ્પાઈસ જેટદ્વારા સંચાલિત સી પ્લેનના બાકી નિકળતા
નાણાં ચુકવી દેવા જણાવવામાં આવ્યું છે,
ઉડાન યોજના હેઠલ ઓછા ભાડામાંસંચાલિત થતી ફલાઈટ દીઠ તમામ
એરલાઈન્સ રિઝનલ એર કનેક્ટિવીટીફંડ ટ્રસ્ટ (આરએ સીએફટી)માંથી નાણાં
ચુકવવામાં આવે છે. જેમાં ૮૦ ટકા હિસ્સો
કેન્દ્ર સરકાર અને ૨૦ ટકા હિસ્સો રાજ્યસરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. બીજી બાજુઆ ટ્રસ્ટમાંથી સી પ્લેનના ભાડા પેટે બાકી
નિકળતા ૪૭ લાખ રૂપિયા અંગે રાજ્યસરકારના ઉડ્ડયન વિભાગના એકઅધિકારીએ જણાવ્યું કે, સરકાર તરફથી
બાકી નીકળતા નાણાં તાજેતરમાં ચુકવીદેવાયા છે. જેથી હવે કોઈ નાણાં બાકી રહેતાનથી.હાલમાં કોરોના મહામારીને પગલે
સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીસંચાલિત થતી સી પ્લેનની સેવા બંધરાખવામાં આવી છે. જો કે એરલાઈન્સનાઅધિકારીઓની સપ્ટેમ્બરમાં બેઠકયોજાવાની છે. જેમાં કોરોનાની સમિક્ષા કર્યાબાદ જરૂરી નિર્ણય લેવામાં આવશે. જો
કોરોનાની ત્રીજી લહેર નહીં આવે રાજ્યમાં ફરીથી દિવાળી સુધીમાં સી પ્લેનની
સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા