ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતિક સમિતિ ધ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિના ઉજવણી પ્રસંગે મેઘાણી રચીત લોકગીતોની કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા પ્રસ્તુતી થઈ હતી.
શિવાજીનું હાલરડુ, કોઈનો લાડકવાયો તથા મોર બની થનગાટ કરે જેવા ગીતો રજૂ કરીને અદભુત પરફોર્મન્સ આપ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજની પેઢીને મેઘાણી ધ્વારા રચીત લોક ભાગ્ય બોલીમાં લખાયેલુ સાહિત્ય તથા સંગીતની સંપૂર્ણ જાણકારી આપી તેનુ મહત્વ સમજાવવું જોઈએ. લોક સાહિત્યમાં જેમનો સિંહફાળો છે તેવા મેઘાણીને આજે કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા તેમના ગીતો રજૂ કરીને શ્રધ્ધાંજલી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કોલેજની સાંસ્કૃતિક કમિટીના કન્વીનર પ્રા.ઊર્મિલા પટેલ કર્યું હતુ. આ ગીતોની રમઝટના કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને પ્રોત્સાહન આપ્યુ હતુ.