આ સમૂહ ચિત્ર પ્રદર્શન નો પ્રારંભ પ્રખ્યાત ચિત્રકાર શ્રી દિનુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ શ્રીમાળી દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યો, આ પ્રસંગે શ્રી જવાહરભાઈ,શ્રી પ્રતિકભાઈ,શ્રી જીગરભાઈ પંડ્યા અને કેમલીન ના શ્રી સુધીરભાઈ ઠક્કર તથા ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી ના સ્થાપક શ્રી સ્વપ્નીલ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ નેશનલ સમૂહ ચિત્ર પ્રદર્શન માં ચિત્રકાર મિત્રો ને તેમના સ્વજનો ની પણ ઉપસ્થિતિ રહી
આ પ્રદર્શન માં ભાવનગર,શિહોર,જૂનાગઢ,લીમડા,અમદાવાદ,વાપી,સુરત,ગાંધીનગર,અમરેલી, ના ચિત્રકારો ની એન્ટ્રી મળી હતી ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હરિયાણા,વેસ્ટ બેંગોલ, મધ્યપ્રદેશ ના કલાકારો એ પણ ભાગ લીધો હતો
આ પ્રદર્શન નું એક આગવું આકર્ષણ પણ છે, મગજનો લકવા થયો હોય તેવા બાળકો પાસે ચિત્રો કરાવી મુકવામાં આવ્યા છે,ને તેઓ ના ચિત્રો ખૂબ પ્રસંશા ને પામ્યા છે
આ નેશનલ શૉ નું પ્રથમ ચરણ નો શૉ ભાવનગર માં ૧૦ દિવસ પહેલા કરી ને તુરંત આ શૉ અમદાવાદ ની ઉજાલા સર્કલ પર આવેલી ડ્રિમ આર્ટ વર્લ્ડ ખાતે યોજાઈ રહ્યો છે,જેમાં પ્રથમ દિવસે અપકમિંગ આર્ટિસ્ટ મિત્રો દ્વારા ઓન ધી સ્પોટ સ્કેચિંગ કરી પૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો
આ સમગ્ર શૉ નું સંચાલન ભાવનગર ના આર્ટિસ્ટ ,ઇન્ડિયા રેકોર્ડ હોલ્ડર તરુણ કોઠારી અને તેમના મિત્રો ધાર્મિક ત્રિવેદી અને ભીષ્મ ત્રિવેદી કરી રહ્યા છે
સમગ્ર પ્રદર્શન ની પરિકલ્પના અને પૂર્ણ રૂપ આપવાનું ભગીરથ કાર્ય આ મિત્રો દ્વારા થયું
ભવિષ્ય ની યોજનાઓ અને કલા ને કલાકારો ને રાજ્ય સ્તરે,રાષ્ટ્રીય સ્તરે અને આંતર રાષ્ટ્રીય સ્થળે પહોંચાડવાની નેમ સાથે તરુણ ભાઈ કોઠારી કરી રહ્યા છે