સરકાર ગુજરાતમાં વર્ગ વિગ્રહનું વાતાવરણ ઊભું કરી રહી છે: કૉંગ્રેસ

અમદાવાદ: ગુજરાતમાં અનામત અને બિન અનામત સમાજના આંદોલન માટે ભાજપ સરકારની જ નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરીને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર ગુજરાતમાં વર્ગ-વિગ્રહ માટેનો વાતાવરણ ઊભું કરી રહી છે.
ચાવડાએ વધુમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં જે મહિલાઓએ આંદોલન કરી રહી છે તેમની સૌની પહેલા દિવસથી સ્પષ્ટ માગણી છે કે બંધારણની જોગવાઈઓ મુજબ જ્યારે પણ ભરતી પ્રક્રિયા થાય ત્યારે પહેલા બિનઅનામત કેટેગરીની ભરતી પ્રક્રિયા ત્યાર બાદ અનામત કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા જોઈએ