જન્માષ્ટમી ની રજા પ્રવાસીઓ SOU પર માણી પ્રવાસીનો મેળો જામ્યો
શનિ રવિ અને જન્માષ્ટમી સોમવારની ૩ દિવસ સુધી રજાના મિનિવેકેશન માણવા SOU પર માનવ કીડીયારું ઉભરાયું
ત્રણ દિવસ મા 1લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
SOU ના તમામ
પ્રૉજેક્ટો પર પ્રવાસીઓનું બુકિંગ હાઉસ ફુલ થઈ ગયું
ભીડ વધી જતા souથી ૮ કિલોમીટર
દૂર એકતા દ્વારથી જ વાહનો સાથે નો એન્ટ્રી કરવાની નોબત આવી
એટલી ભીડ થઈ કે
ઠેર ઠેર પોલીસ બેરિકેટ મુકવા પડ્યા હતા.
સોમવારે soU બંધ હોય છે
પણ આ વખતે જન્માષ્ટમીના લીધેખુલ્લું
રાખવામાં આવતા 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
પ્રવાસીઓની ભીડ એટલી બધી હતી કે
બસ માં બેસવા માટે લાંબીલાંબી લાઈનો લાગી
રાજપીપલા, તા 31
આજે જન્માષ્ટમીની રજાહોવાથી પ્રવાસીઓઆજે મોટી સંખ્યા મા SOU પર ઉમટતા પ્રવાસીનો મેળો જામ્યોહતો.શનિ રવિ અને જન્માષ્ટમી સોમવારની ૩ દિવસ સુધી રજાહોવાથી કોરોના મા ઘરમાં કંટાળી ગયેલા પ્રવાસીઓ મિનિવેકેશન માણવા SOU પરઉમટી પડતા આજે માનવ કીડીયારું ઉભરાયુંહતું.ત્રણ દિવસ મા 1લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. જેમાં SOU ના તમામપ્રૉજેક્ટો પર પ્રવાસીઓનું બુકિંગ હાઉસ ફુલ થઈ ગયું હતું
જોકે ભીડ વધી જતા souથી ૮ કિલોમીટર
દૂર એકતા દ્વારથી જ વાહનો સાથે નો એન્ટ્રી કરવાની નોબત આવી હતી એટલી ભીડ થઈ કે
ઠેર ઠેર પોલીસ બેરિકેટ મુકવા પડ્યા હતા.આજે સોમવારેસામાન્ય રીતે soU બંધ હોય છેપણ આ વખતે જન્માષ્ટમીના લીધેખુલ્લું
રાખવામાં આવતા 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા.
પ્રવાસીઓની ભીડ એટલી બધી હતી કેબસ માં બેસવા માટે લાંબીલાંબી લાઈનો લાગીહતી
ભારે ભીડને કારણે કેવડિયા કોલોનીમાં એકતા દ્વારજે છે તે રેલ્વે સ્ટેશનની સામે ત્યાંથી જ
પ્રવાસીઓના કાર જીપ બસ તેમજ અન્યવાહનો પાર્કીંગ કરાવી દેવામાં આવતા હતા
અને ત્યાંથી બસ મારફ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી
જોવા માટે પ્રવાસીઓને લઈ જવા પડતા હતા.આજે SOU ની બસો સતત દોડતી જોવા મળી હતી. પ્રવાસીઓની ભીડ એટલી બધી હતી કે
બસ માં બેસવા માટે લાંબીલાંબી લાઈનો લાગી હતી
આજે soU ઉપરાંત પ્રવાસીઓ જંગલ સફારી પાર્ક
તેમજ ચીલ્ડ્રન પાર્ક જેવા તમામ સ્થળો જોવા
માટે ઉમટી પડ્યાહતા
મિનિ વેકેશન મા કેવડિયા,
રાજપીપલા સહિત આજુબાજુના વિસ્તારોમાં હોટલો અને
ગેસ્ટહાઉસો, ટેન્ટસિટી બધું હાઉસફૂલ થઈ ગયું હતું
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા