જામનગર
ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક બની શિક્ષા અર્પી શિક્ષક દિવસની ઉજવણી કરવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જામનગરની ઋષિકેશ વિદ્યાલય અને એકતા પ્રાઇમરી સ્કૂલમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક કલાસના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષક દિનની ઉજવણી કરી હતી. એક શિક્ષક બની અને દરેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું તેમજ ધોરણ 12ની વિદ્યાર્થીની દ્વારા ધોરણ 6 થી 8 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માં પ્રિન્સિપાલ તરીકેનું કાર્ય સંભાળ્યું હતું જે એક દિવસ પ્રિન્સિપાલ બની અને શાળાનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં કુશળતા પૂર્વક કાર્ય દ્વારા આ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણના પ્રણેતા એવા ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરી હતી.
https://youtu.be/bgn6aYFfmNQ