*જામનગર*
ક્રિકેટરની પત્ની આવ્યા મદદે
સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રિકેટરની પત્ની આવ્યા વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોના ગ્રસ્ત લોકોની મદદની વહારે…
ગુજરાત રાજ્ય બે બે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે જે આપણે સૌ જાણીએ છીએ થોડા દિવસ પહેલા જ વાવાઝોડાએ ગુજરાત ને ઘમરોળ્યું અને હાલ કોરોનાની મહામારી પણ યથાવત છે ત્યારે આવા સમયમાં સૌરાષ્ટ્રના જામનગર ખાતે ભારતોય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગરોબોની વહારે આવ્યા છે જેમના દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સાથેની આશરે 600 કીટ તૈયાર કરી વાવાઝોડા તેમજ કોરોના અસરગ્રસ્ત લોકોને 2 મહિના સુધી ચાલે તે રીતે કીટ વહેંચવામાં આવી છે જેના થકી રિવાબા જાડેજા દ્વારા અતિ સેવાકીય અને પ્રશ્સનીય કામગીરી સામે આવી છે. આવા કપરા સમયમાં એક સામાન્ય નાગરિક રીતે તમામ અસરગ્રસ્ત લોકોની મદદની વહારે આવી એક અનેરું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે કે ગમે તે સમય હોય ગુજરાત અને ગુજરાતના લોકો કોઈ પણ મુશ્કેલી આવે તેઓ નમતા નથી અને એક બની એ મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા સજ્જ હોય છે..
બાઈટ: રિવા બા જાડેજા..
https://youtu.be/xGRf0drSjBI