ઇન્ડિયન આર્મી દ્વારા કેવડિયા સ્ટેચ્યુ ખાતે સ્વર્ણિમ વિજય વર્ષ ની ઉજવણીના ભાગ રૂપે
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વર્ણિમ મશાલ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું
1971મા નરેન્દ્રભાઈ મોદીએ જલાવેલી મશાલની યાદ આમ જનતા સુધી પહોંચાડવાની નેમ
1971મા ભારત પાકિસ્તાન ના યુદ્ધ મા ભવ્ય વિજય થતાં અને 96000 બંધકો બનાવ્યા હતા.
ભારતીય સૈનિકોની વીર ગાથાને 50 વર્ષપુરા થતાં આ ગાથાને યાદ કરવા બેન્ડ વાજા સાથે મશાલનું ભવ્ય સ્વાગત કરાયુ
રાજપીપલા, તા.31
1971મા ભારત પાકિસ્તાન ના યુદ્ધ માભારતનો ભવ્ય વિજયથયો હતો. અનેઆ ધમાસાણ યુદ્ધમા 96000ને બંધકો બનાવ્યા હતા. આ યુદ્ધમા ભારતીય સૈનિકોની વીર ગાથા અને કુરબાનીને યાદ કરવા આ ગાથાને 50વર્ષ પુરા થતા આ ઇવેન્ટને યાદગાર બનાવવા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મશાલ આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
અને બેન્ડ વાજા સાથે મશાલ નું ભવ્ય સ્વાગત કરાયુહતું
આ પ્રસંગે સિનિયર સેવારત આર્મી ઓફિસર્સ અને નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ સહીત વોરિયર્સનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું.
તેમણે જણાવ્યું હતું કે 1971ના વોરમાં અમારી રેજિમેન્ટે સાંબા ખાતે એરકારફ્ટ તોડી પાડ્યા હતા. અમારી રેજિમેન્ટ ને બે મેડલ મળ્યા હતા.
આ વિજયને યાદ ગાર બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ચારે દિશામાંસ્વર્ણિમ જ્યોત ની મશાલ જલાવી દેશભરમાં મોકલાવી યુદ્ધ મા કુરબાની આપનાર વીર સપૂતોને યાદ કર્યા હતા. અને દેશ માટે ફના થઈ જનાર ફૌજી જવાનોને યાદ કર્યા હતા. અને આ વોર ને યાદગાર બનાવવા આખુ વર્ષ સ્વર્ણિમ વર્ષ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે દેશનો પ્રત્યેક નાગરિક આ ઇવેન્ટ ને યાદ રાખે એ માટે એકતા અને અખંડિત્તા ના પ્રતીક સમા સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ મશાલ લાવવામા આવી હતી.
આ પ્રસંગે નિવૃત્ત આર્મી ઓફિસર વી કે એન ફ્લનીકરેસરદાર પટેલની વિરાટ પ્રતિમાના દર્શન કરી જણાવ્યું હતું કેદેશભરમાં પહેલી વાર ચાર દિશાઓમાં આવી મશાલ ફેરવવામા આવી છે. એ માટે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અભિનંદનના અધિકારી છે જયારે દેશ ની એકતા અને અખંડિતતા ના પ્રણેતા સરદાર પટેલે દેશી રજવાડાઓને એક કરનાર સરદાર પટેલ દેશના સૌથી મોટા નેતા છે. સરદાર પટેલને 116વર્ષે ભારત રત્ન મળ્યો એઅંગે ખેદવ્યક્ત કર્યો હતો
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા