મનકી બાત મા રેડિયો યુનિટી 90 FM ખાતે કામ સંસ્કૃતમાં માહિતી પૂરી પાડતા સંસ્કૃત રેડિયો જોકી ની નોંધ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ લીધી

આજે મનકી બાત મા રેડિયો યુનિટી 90 FM ખાતે કામ સંસ્કૃતમાં માહિતી પૂરી પાડતા સંસ્કૃત રેડિયો જોકી ની નોંધ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ લીધી

અત્રે કામ કરનાર રજ આદિવાસી યુવક યુવતીના નામ આપીને કામની સરાહના કરી.

SOUADTGA નાં ચેરમેનશ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને CEO રવિ શંકર સહિતના અધિકારીઓએ સંસ્કૃત RJ ને ફોન કરીને અભિનંદન પાઠવ્યા.

રાજપીપલા, તા 31

આજે મનકી બાત મા રેડિયો યુનિટી 90 FM ખાતે કામ સંસ્કૃતમાં માહિતી પૂરી પાડતા સંસ્કૃત રેડિયો જોકીની નોંધ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ લીધીહતી.અને
આ રેડિયો જોકીમા કામ કરનાર કેવડિયાની સ્થાનિક આદિવાસી યુવક યુવતીના નામસાથે પ્રધાનમઁત્રીએ ઉલ્લેખ કરીને તેમના કામની સરાહના કરીહતી.

સ્ટેચ્યુ ઓફયુનિટી ખાતે, તથા એકતા નર્સરી, ચિલ્ડ્રન પાર્ક સહિત વિવિધ પ્રવાસન સ્થળોએ ગાઈડ તરીકે કામ કરતા યુવાનો સંસ્કૃત ભાષામાં વાત કરી રહ્યા છે. એ ઉપરાંત
કેવડિયા ખાતે રેડિયો જોકી તરીકે કામ કરતી સ્થાનિક આદિવાસી યુવક યુવતીઓ નીલમ તડવી, ગંગા તડવી, ગુરુ તડવીરેડિયો જોકી તરીકે કામ કરવા ઉપરાંત સંસ્કૃત ભાષાંમા પણ વાત કરી રહ્યા છે જેની વડાપ્રધાને નોંધ લીધી હતી.
આ અગાઉ થોડા દિવસ પહેલા રક્ષબંધન પર્વે પણ મુખ્યમંત્રી ને રાખડી બાંધી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રેડિયો જોકી બહેનોના કામની પ્રશંશા કરી હતી અને મંચ પરથી સ્પીચ પણ બોલાવી હતી. આમ કે કેવડિયા ના આદિવાસી યુવક યુવતી રેડિયો જોકી તરીકે કામ કરતા રેડિયો જોકી વડાપ્રધાન અને મુખ્યમંત્રીની નજરમાં લોકપ્રિય બની ગયા હતા

આ અંગે SOUADTGA નાં ચેરમેનશ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને CEO રવિ શંકર સહિતના અધિકારીઓએ સંસ્કૃત RJ ને ફોન કરીને અભિનંદન પાઠવ્યા.
હતા

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા