*૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ*
સુરત:સંજીવ રાજપૂત: રમતો દ્વારા કર્મચારીઓની સુખાકારી અને વાઇબ્રન્ટ વર્ક કલ્ચરને પ્રોત્સાહન આપવા, ટીમ વર્ક અને ખેલભાવના, તંદુરસ્ત હરીફાઈ અને કર્મચારીઓ વચ્ચેની સમજણને મજબૂત બનાવવા ૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસમાં કામ કરતા કર્મચારીઓ માટે ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ સુરતના જુદા જુદા સ્ટેડિયમોમાં યોજાઈ હતી. જેમાં સુરત અને તાપી જિલ્લાના ૧૦૮, ખિલખિલાટ, MVD અને મોબાઈલ હેલ્થ યુનિટ (MHU) પ્રોજેક્ટ્સના સ્ટાફે ભાગ લીધો હતો. સુરત ૧૦૮ રૂરલ ઝોન અને MHUની ટીમ વચ્ચે ભાણકી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં MHU ટીમ વિજેતા બની હતી.
મેચમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર વિરલ દેસાઈ, સુરત અને તાપી જિલ્લાના ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર પઢિયાર તેમજ MVD ના પ્રોગ્રામ મેનેજર પ્રિયંક પટેલ અને સુપરવાઇઝરો અને મહાનુભાવોના હસ્તે ફાઈનલના વિજેતા અને રનર અપ ટીમને ટ્રોફી અને ખેલાડીઓને મેડલ અર્પણ કર્યા હતા.
ટુર્નામેન્ટના અંતે અભિષેક ઠાકરે સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સ્ટાફગણ, સપોર્ટર, દર્શકો તેમજ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
-૦૦૦૦-