આરોપીને રાજકોટ
મધ્યસ્થ જેલ ખાતે મોકલી અપાયો.
રાજપીપલા, તા.31
રાજપીપલા વિસ્તારના પાસાના કામે નાસતો ફરતો આરોપીને
ડેડીયાપાડા ખાતેથી એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે
હિમકર સિંહ,
પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને
સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા
આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ
સખત અટકાયતી પગલા લેવાના સુચના અને
માર્ગદર્શન અનુસંધાને પો.ઇન્સ.રાજપીપલાનાની
પાસા દરખાસ્ત આધારે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાનાઓ
દ્વારા સામાવાળા મહેશભાઇ અંબાલાલ તડવી (રહે.
લાછરસ તા.નાંદોદ જી.નર્મદા)ના ગુનાઓને ધ્યાને રાખી
પાસામાં અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે
રાખવા હુકમ કરતા સામાવાળો મહેશભાઇ અંબાલાલ
તડવી (રહે. લાછરસ તા.નાંદોદ જી.નર્મદાના)નો પોતાની
અટકાયત ટાળવા સારૂ એક યા બીજા સ્થળે સ્થળાંતર
કરી છેલ્લા ત્રણ માસથી પોલીસ થી લપાતો છુપાતો હોય જેથી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર
એલ.સી.બી.ના સુપરવિઝન હેઠલ એલ.સી.બી. સ્ટાફને મળેલી બાતમી આધારે સામાવાળો ડેડીયાપાડા
ખાતે હોવાની માહીતી મળતા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા ડેડીયાપાડા ખાતેથી
સામાવાળા મહેશભાઇ અંબાલાલ તડવી (રહે. લાછરસ તા.નાંદોદ જી.નર્મદા)ને ઝડપી પાડી રાજકોટ
મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાંઆવેલ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા